જો $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે $\} ,B = \{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ $C = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} $ અને $D = \{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે, $\} $ તો મેળવો : $A \cap C$
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે ? $ P(A) \cup P(B)=P(A \cup B)$ સત્ય છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો.
સાબિત કરો કે $A \cap B=A \cap C$ પરથી $B = C$ કહી શકાય નહિ.
છેદગણ શોધો : $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $1\, < \,x\, \le \,6\} ,$ $B = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6\, < \,x\, < \,10\} $
આપેલ જોડના ગણ પરસ્પર અલગગણ છે? : $\{ x:x$ એ યુગ્મ પૂર્ણાક છે $\} $ અને $\{ x:x$ એ અયુગ્મ પૂર્ણાક છે $\} $