(N/A) આલ્કેનનું સંપૂર્ણ દહન: આલ્કેનને હવા અથવા ડાયોક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી તેનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે,જેમાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે.
આલ્કેનના દહન માટેની સામાન્ય પ્રક્રિયા:
$C_{n}H_{2n+2} + (\frac{3n+1}{2}) O_{2} \rightarrow n CO_{2} + (n+1) H_{2}O + \text{Heat}$
ઉદાહરણો:
$(i)$ મિથેન: $CH_{4(g)} + 2 O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2 H_{2}O_{(l)}$ ; $\Delta_{c} H^{\ominus} = -890 \ kJ \ mol^{-1}$
$(ii)$ બ્યુટેન: $C_{4}H_{10(g)} + \frac{13}{2} O_{2(g)} \rightarrow 4 CO_{2(g)} + 5 H_{2}O_{(l)}$ ; $\Delta_{c} H^{\ominus} = -2875.84 \ kJ \ mol^{-1}$
પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થવાને કારણે,આલ્કેનનો ઉપયોગ ઘરોમાં,વાહનોમાં અને ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે.
$(b)$ આલ્કેનનું અપૂર્ણ દહન: અપૂરતી હવા અથવા ડાયોક્સિજન સાથે આલ્કેનના અપૂર્ણ દહન દરમિયાન 'કાર્બન બ્લેક' બને છે.