વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.
દરિયા કિનારે કાદવ કીચડવાળી ક્ષારજ જમીનમાં ઉગતી વનસ્પતિને મેન્ગ્રોવ કહે છે. તેનું ઉદાહરણ તીવાર અને રાઈઝોફોરા છે. કાદવ કીચડ અને ખારા પાણીને કારણે પાણીમાં ઑક્સિજન સમાવવાની ક્ષમતા ઓછી હોય છે. આથી તેના મૂળતંત્રને પૂરતો ઑક્સિજન મળતો નથી. તેથી ઓક્સિજન મેળવવા માટે સ્થાનિક મૂળોમાંથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જમીનમાંથી પ્રકાશ તરફ વિકાસ પામતાં મૂળ ઉત્પન્ન થાય છે. આ મૂળ છિદ્રાળુ હોય છે, જે વાતારણમાંથી $O_{2}$ ગ્રહણ કરી મૂળતંત્રને ઑક્સિજન પૂરો પાડે છે. આવા મૂળને શ્વસનમૂળ કહે છે.
મૂળના આયામ છેદમાં ટોચથી શરૂ કરી ઉપર તરફ ચાર વિસ્તાર આવેલા છે, તે કયા ક્રમમાં હોય છે?
નીચે આપેલ મૂળ કેવા પ્રકારના છે ?
ન્યુમેટોફોર .............માં જોવા મળે છે.
મૂળરોમ ........ પ્રદેશમાંથી વિકાસ પામે છે.
જળ શોષણ માટે સપાટી વિસ્તારને વધારી રહેલા મૂળનો ભાગ અથવા પ્રદેશ કયો છે?