$\frac{2}{9}$ અને $\frac{2}{7}$ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
$\frac{2}{9}=\frac{2 \times 7}{9 \times 7}=\frac{14}{63}$ અને $\frac{2}{7}=\frac{2 \times 9}{7 \times 9}=\frac{18}{63}$
વળી, $\frac{14}{63}=\frac{14 \times 2}{63 \times 2}=\frac{28}{126}$ અને $\frac{18}{63}=\frac{18 \times 2}{63 \times 2}=\frac{36}{126}$
હવે,
$28<29<30<31<32<33<34<35<36$
$\therefore \frac{28}{126}<\frac{29}{126}<\frac{30}{126}<\frac{31}{126}<\frac{32}{126}<\frac{33}{126}<\frac{34}{126}$ $<\frac{35}{126}<\frac{36}{126}$
આમ, આપણને $\frac{28}{126}\left(\frac{2}{9}\right)$ અને $\frac{36}{126}\left(\frac{2}{7}\right) .$ વચ્ચેની સાત સંમેય સંખ્યાઓ મળી. તે પૈકી કોઈ પણ ચાર સંખ્યા માંગ્યા મુજબની ચાર સંખ્યા છે.
આથી, $\frac{29}{126}, \frac{30}{126}\left(\frac{5}{21}\right), \quad \frac{31}{126}, \frac{32}{126}\left(\frac{16}{63}\right)$ એ $\frac{2}{9}$ અને $\frac{2}{7}$. વચ્ચેની અનંત સંમેય સંખ્યાઓ પૈકીની ચાર સંમેય સંખ્યાઓ છે.
$\sqrt{6}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.
નીચેની સંખ્યાઓ સંખ્યારેખા પર દર્શાવો
$7,7.2, \frac{-3}{2}, \frac{-12}{5}$
$0.12 \overline{3}$ ને જ્યાં $p$ અને $q$ પૂર્ણાકો છે અને $q \neq 0$ હોય તે રીતે $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો.
નીચેનાનું સાદું રૂપ આપો :
$(\sqrt{3}-\sqrt{2})^{2}$
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$(64)^{-\frac{1}{6}}=\ldots \ldots$