શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.
નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો :
$(a)$ પોટેશિયમ બ્રોમાઇડ$(aq)$ $+$ બૅરિયમ આયોડાઇડ(aq) $\to $ પોટેશિયમ આયોડાઇડ$(aq)$ $+$ બેરિયમ બ્રોમાઇડ$(aq)$
$(b)$ ઝિંક કાર્બોનેટ$(s)$ $\to $ ઝિંક ઑક્સાઇડ$(s)$ $+$ કાર્બન ડાયૉક્સાઇડ$(g)$
$(c)$ હાઇડ્રોજન$(g)$ $+$ ક્લોરિન$(g)$ $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ$(g)$
$(d)$ મૅગ્નેશિયમ$(s)$ $+$ હાઇડ્રોક્લોરિક ઍસિડ$(aq)$ $\to $ મૅગ્નેશિયમ ક્લોરાઇડ$(aq)$ $+$ હાઇડ્રોજન $(g) $
''ક્ષારણ'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.