ઉત્સેચક ઉદ્દીપન (enzyme catalysis) ની ક્રિયાવિધિ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઉત્સેચકના કલીલ કણોની સપાટી પર ઘણી બધી ગુહાઓ (cavities) હાજર હોય છે. આ ગુહાઓ લાક્ષણિક આકાર ધરાવે છે અને તેમાં $-NH_2$,$-COOH$,$-SH$,$-OH$ વગેરે જેવા સક્રિય સમૂહો હોય છે. આ વાસ્તવમાં ઉત્સેચક કણોની સપાટી પરના સક્રિય કેન્દ્રો છે. પ્રક્રિયકના અણુઓ જે પૂરક આકાર ધરાવે છે,તે આ ગુહાઓમાં એવી રીતે બંધબેસે છે જેમ તાળામાં ચાવી બંધબેસે છે. સક્રિય સમૂહોની હાજરીને કારણે,એક સક્રિયકૃત સંકીર્ણ (activated complex) બને છે જે પછી વિઘટન પામીને નીપજો આપે છે.
આમ,ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ બે તબક્કામાં આગળ વધે છે તેમ ગણી શકાય.
તબક્કો-$1$: સક્રિયકૃત સંકીર્ણ બનાવવા માટે ઉત્સેચકનું પ્રક્રિયાર્થી સાથે જોડાણ.
$E + S \rightleftharpoons ES^{*}$
તબક્કો-$2$: નીપજ બનાવવા માટે સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન.
$ES^{*} \rightarrow E + P$

Explore More

Similar Questions

મનુષ્યમાં કયું હોર્મોન રક્તમાં ગ્લુકોઝનું સ્તર વધારવાનું વલણ ધરાવે છે?

ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવામાં મદદ કરતું હોર્મોન ....... છે.

નીચેનામાંથી કયો ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે?

હાઈપોથાઈરોડિઝમ (Hypothyroidism) શેની ઉણપથી થાય છે?

નીચેની પ્રતિક્રિયાઓનું અવલોકન કરો:
$I$) $\text{Sucrose} (aq) + H_2O \xrightarrow{x} \text{glucose} + \text{fructose}$
$II$) $\text{Glucose} (aq) \xrightarrow{y} \text{ethanol} + CO_2$
$x$ અને $y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo