ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ફલાવરણ (pericarp) $:$ અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે. જેને ફલાવરણ (pericarp) કહે છે.

ફળ (Fruit)ના પ્રકારો $:$ ફળ માંસલ (ઉદાહરણ $:$ જામફળ, નારંગી, કેરી વગેરે) અથવા શુષ્ક (ઉદાહરણ $:$ મગફળી અને રાઈ વગેરે) હોય છે. ઘણાં ફળો બીજા વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય છે.

કૂટફળ $:$ મોટા ભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવાં ફળોને કૂટફળ (false fruit) કહે છે.

સત્યફળ $:$ મોટા ભાગનાં ફળો માત્ર બીજા શયમાંથી જ વિકાસ પામે છે તેમને સત્યફળ (true fruit) કહે છે.

અફલિત ફળો (parthenocarpic fruits) $:$ મોટા ભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે. છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવાં ફળોને અફલિત ફળો (parthenocarpic fruits) કહે છે. ઉદા. કેળુ, અફલિત ફળવિકાસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે અને આવાં ફળ બીજવિહીન હોય છે.

964-s45g

Similar Questions

મોટા ભાગની જાતિમાં ફલનનાં પરિણામે ફળનો વિકાસ થાય છે જેમાંથી કેટલીક જાતિઓમાં ફલન વગર સીધો જ ફળ વિકાસ તે પ્રક્રિયાને ....... તરીકે ઓળખવામાં આવે છે.

ફળનો કયો ભાગ કે જે પ્રદેહમાં નિર્માણ પામે છે?

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ વટાણા $(1)$ આલ્બ્યુમીન યુકત બીજ
$(b)$ બીટ $(2)$ આલ્બ્યુમીન યુકત દ્વિદળી બીજ
$(c)$ દિવેલા $(3)$ બીજદેહશેષ
$(d)$ જવ

$(4)$ આલ્બ્યુમીન  મુક્ત બીજ

શા માટે વટાણાની સિંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલ હોય છે. જ્યારે ટામેટામાં બીજ રસાળ ગરમાં વિખરાયેલ હોય છે ? શક્ય ખુલાસો સૂચવો. 

'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.