(N/A) $(i)$ ફિંકલસ્ટેઈન પ્રક્રિયા: આલ્કાઈલ આયોડાઈડ સામાન્ય રીતે આલ્કાઈલ ક્લોરાઈડ અથવા આલ્કાઈલ બ્રોમાઈડની શુષ્ક એસિટોનમાં $NaI$ સાથેની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે.
$CH_3CH_2Br + NaI \xrightarrow{\text{Acetone}} CH_3CH_2I + NaBr$
$\text{બ્રોમોઈથેન} \rightarrow \text{આયોડોઈથેન}$
$CH_3CH_2Cl + NaI \xrightarrow{\text{Acetone}} CH_3CH_2I + NaCl$
આમ બનતા $NaCl$ અથવા $NaBr$ શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત થાય છે. તે લે-શેટેલિયરના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયાને વેગ આપે છે.
$(ii)$ સ્વાર્ટ્સ પ્રક્રિયા: આલ્કાઈલ ફ્લોરાઈડનું સંશ્લેષણ આલ્કાઈલ ક્લોરાઈડ અથવા આલ્કાઈલ બ્રોમાઈડને ધાત્વીય ફ્લોરાઈડ જેવા કે $AgF$,$Hg_2F_2$,$CoF_2$ અથવા $SbF_3$ ની હાજરીમાં ગરમ કરીને શ્રેષ્ઠ રીતે કરી શકાય છે.
$CH_3Br + AgF \rightarrow CH_3F + AgBr$