(N/A) ધારો કે એક લાંબી દોરી આડી પકડેલી છે અને તેનો એક છેડો જડિત છે. જો આપણે દોરીના મુક્ત છેડાને આવર્ત રીતે ઉપર-નીચે હલાવીએ,તો આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ $+x$-દિશામાં પ્રસરતું તરંગ ઉત્પન્ન થાય છે.
આકૃતિમાં દર્શાવેલ વક્રો અનુક્રમે $t=0$ અને $t=\Delta t$ સમયે દોરીનું સ્થાનાંતર દર્શાવે છે જ્યારે આ સાઈનસૉઈડલ તરંગ $+x$-દિશામાં પ્રસરતું હોય.
આકૃતિ $(b)$ માં,વક્ર $x=0$ આગળ સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે.
તરંગનું $+x$-દિશામાં સ્થાનાંતર $y$-દિશામાં થાય છે,તેથી તેનું સમીકરણ:
$y(x, t) = a \sin(kx - \omega t)$
જ્યાં $a=$ તરંગનો કંપવિસ્તાર,$\omega = 2\pi\nu$ કોણીય આવૃત્તિ અને $k = \frac{2\pi}{\lambda}$ તરંગ સદિશ છે.
આ સમીકરણ મુજબ,દોરીના કણોનું સ્થાનાંતર ($y$-દિશામાં) તરંગના પ્રસરણની દિશાને લંબ છે,તેથી તેને લંબગત તરંગ (transverse wave) કહેવાય છે. અહીં સ્થાનાંતર $y$-દિશામાં હોવાથી તેને $y$-ધ્રુવીભૂત તરંગ કહેવાય છે.
વ્યાખ્યા: જો માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગના પ્રસરણની દિશાને લંબ એક જ સીધી રેખામાં મર્યાદિત હોય,તો તે તરંગને રેખીય રીતે ધ્રુવીભૂત તરંગ કહેવાય છે. દોરી પરનો દરેક બિંદુ સીધી રેખામાં ગતિ કરતું હોવાથી,આ તરંગને રેખીય રીતે ધ્રુવીભૂત તરંગ કહેવામાં આવે છે. દોરી હંમેશા $xy$-સમતલમાં રહેતી હોવાથી તેને સમતલ ધ્રુવીભૂત તરંગ પણ કહેવાય છે.