ગ્રહોની ગતિ માટે કેપ્લરનો કક્ષાઓનો નિયમ (પ્રથમ નિયમ) સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કક્ષાઓનો નિયમ $(Law\,of\,Orbits)$ : બધા ગ્રહો એવી દીર્ધવૃત્તિય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે.

ગ્રહ વડે સૂર્યની આસપાસ રચાયેલું દીર્ધવૃત્ત આકૃતિમાં બતાવ્યું છે. સૂર્યથી સૌથી નજીકનું બિંદુ $P$ છે અને સૌથી દૂરનું બિંદુ $A$ છે.

$P$ ને સૂર્યનીચ બિંદુ $(Perihelion)$ અને $A$ ને સૂર્યોચ્ચ બિંદુ $(Aphelion)$ કહે છે. અર્ધદીર્ધ અક્ષ એ $AP$ અંતરનું અડધું છે. આ નિયમ કોપરનિક્સના મોંડેલ કે જેમાં માત્ર વર્તુળાકાર કક્ષાઓ માન્ય હતી તેનાં કરતાં જુદો પડે છે. (દિર્ધવૃત્ત એ એક બંધ વક્ર છે. જेનો એક વિશિષ્ટ કિસ્સો વર્તુળ છે.)

889-s40

Similar Questions

સોલર તંત્રમાં ગ્રહોની ગતિ કયાં સંરક્ષણનું ઉદાહરણ છે.

  • [AIIMS 2003]

ગ્રહની સૂર્યની આસપાસ ઉત્કેન્દ્રતા $e$ વાળી દીર્ધવૃત્તીય કક્ષામાં ગતિ દરમિયાન ચંદ્રનીચ અને ચંદ્રોચ્ય બિંદુએ ગતિઊર્જાનો ગુણોતર શું છે ?

પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.

  • [JEE MAIN 2023]

એક $m$ દળનો ઉપગ્રહ $A$ પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે છે. બીજો  $2m$ દળનો ઉપગ્રહ $B$ પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે છે. તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 1993]

મંગળ માટે ક્ષેત્રીય વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો.