ભૌગોલિક ઘુવતલ ( મેરિડિયન ) અને ચુંબકીય ઘુવતલ ( મેરિડિયન ) સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ ભૌગોલિક મેરિડિયન : પૃથ્વીની સપાટી પરનું કોઈ સ્થાન (બિંદુ) ધારો. આ બિંદુએ રેખાંશથી મળતાં વર્તુળની દિશા ભૌગોલિક ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે. રેખાંશની ઉત્તર પ્રુવ તરફની રેખા સાચી ઉત્તર દિશા છે.

વ્યાખ્યા : પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશવૃત્તમાંથી પસાર થતાં ઊર્ધ્વ સમતલને ભૌગોલિક મેરિડિયન (ધ્રુવતલ) કહે છે.

$(ii)$ ચુંબકીય મેરિડિયન (વ્યાખ્યા) $:$ પૃથ્વીની સપાટી પરના આ જ સ્થાને પૃથ્વીના સુંબકીય ઉત્તર-દક્ષિણ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતાં ઊર્ધ્વ સમતલને તે સ્થાનના ચુંબકીય ધ્રુવતલ (મેરિડિયન) કહે છે.

901-s76g

Similar Questions

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સમજાવો. અને મૂલ્ય જણાવો

એક સ્થળે સાચો ડીપ એન્ગલ $60^o$ નો છે.તો મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ કેટલો થાય?

પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નોના જવાબ આપો:

$(a)$ સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓ (મૂલ્યો)ની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો.

$(b)$ દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ (નમનકોણ) લગભગ $18^o$ છે. બ્રિટનમાં ડીપ કોણ મોટોકે નાનો હશે? 

$(e)$ જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે?

$(d)$ ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે?

$(e)$ એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તેના કેન્દ્ર પર મુકેલા $8 \times 10^{22}\; J \,T^{-1}$ જેટલી મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઇ રીતે ખરાઈ $(Check)$ કરો. 

$(f)$ ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય $N-S$ ધ્રુવો સિવાય, પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને ?

પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી $30\, cm$ અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $Am^2$ માં લગભગ કેટલું હશે?

($\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}$ $SI$ એકમમાં અને $B_H\, =$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $= 3.6\times10^{-5}\, tesla$)

  • [JEE MAIN 2015]

એક ચુંબકને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે.જયારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ $T $ મળે છે.આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટૂંકડાને જોડવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થાય?