(N/A) કોઈ પદાર્થની દ્રાવણની એન્થાલ્પી એટલે કે જ્યારે તેનો $1 \ mole$ જથ્થો ચોક્કસ પ્રમાણમાં દ્રાવકમાં ઓગળે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર. અનંત મંદન સમયે દ્રાવણની એન્થાલ્પી એ પદાર્થને અનંત પ્રમાણમાં દ્રાવકમાં ઓગાળતી વખતે થતો એન્થાલ્પી ફેરફાર છે,જ્યારે આયનો વચ્ચેની આંતરક્રિયાઓ નગણ્ય હોય છે.
જ્યારે કોઈ આયનીય સંયોજન દ્રાવકમાં ઓગળે છે,ત્યારે આયનો સ્ફટિક લેટીસમાં તેમની વ્યવસ્થિત સ્થિતિ છોડી દે છે. આ આયનો હવે દ્રાવણમાં વધુ મુક્ત હોય છે. તે જ સમયે આ આયનોનું જલીયકરણ (solvation) પણ થાય છે. આ આયનીય સંયોજન $AB_{(s)}$ માટે આકૃતિ દ્વારા દર્શાવેલ છે:
$\Delta_{sol}H^{\theta} = \Delta_{lattice}H^{\theta} + \Delta_{hyd}H^{\theta}$
મોટાભાગના આયનીય સંયોજનો માટે,$\Delta_{sol}H^{\theta}$ ધન હોય છે અને વિયોજન પ્રક્રિયા ઉષ્માશોષક હોય છે.