(N/A) આ પદ્ધતિમાં,અશુદ્ધ ધાતુને એનોડ તરીકે લેવામાં આવે છે. તે જ ધાતુની શુદ્ધ પટ્ટીને કેથોડ તરીકે વાપરવામાં આવે છે. તેમને તે જ ધાતુના દ્રાવ્ય ક્ષાર ધરાવતા યોગ્ય વિદ્યુતવિભાજ્ય દ્રાવણમાં મૂકવામાં આવે છે.
ઇલેક્ટ્રોડ પર થતી પ્રક્રિયાઓ:
એનોડ: $M \rightarrow M^{n+} + ne^-$
કેથોડ: $M^{n+} + ne^- \rightarrow M$
ઉદાહરણ તરીકે,કોપરના શુદ્ધિકરણમાં,અશુદ્ધ કોપર એનોડ તરીકે અને શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે કાર્ય કરે છે. વિદ્યુતવિભાજ્ય તરીકે એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે. વિદ્યુતવિભાજનનું ચોખ્ખું પરિણામ એનોડમાંથી શુદ્ધ કોપરનું કેથોડ પર સ્થળાંતર છે:
એનોડ: $Cu \rightarrow Cu^{2+} + 2e^-$
કેથોડ: $Cu^{2+} + 2e^- \rightarrow Cu$
એન્ટિમની,સેલેનિયમ,ટેલુરિયમ,સિલ્વર,ગોલ્ડ અને પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ એનોડ પંક (anode mud) તરીકે નીચે જમા થાય છે,જેને મેળવીને શુદ્ધિકરણનો ખર્ચ વસૂલ કરી શકાય છે.