અવરોધક $R$ માંથી એ.સી. પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિધુતઊર્જા સમજાવો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આલેખ પરથી જોઈ શકાય છે કે, $A.C.$ પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ $sine$ વક્ર મુજબ બદલાય છે અને તેને અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે.

આમ, એક પૂર્ણચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો શૂન્ય છે તેથી સરેરાશ પ્રવાહ શૂન્ય છે. સરેરાશ પ્રવાહ શૂન્ય છે તેનો અર્થ એવો નથી કે વપરાતો (વ્યય થતો) પાવર શૂન્ય છે અને વિદ્યુતઊર્જાનો વ્યય થતો નથી.

જૂલ ઉષ્મા $I ^{2} R t$ સૂત્ર વડે અપાય છે. આમ, જૂલ ઉષ્મા $I ^{2}$પર આધારિત છે પણ $I$ધન કે ઋણ પર આધારિત નથી.

અવરોધકમાં વ્યય થતો તત્કાલિન પાવર,

$P= I ^{2} R$

$= I _{ m }^{2} R \sin ^{2} \omega t \quad\left[\because I = I _{ m } \sin \omega t\right]$

એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર $\bar{p}$ નું મૂલ્ય,

$\bar{p}=\left\langle I ^{2} R \right\rangle$

$= I _{ m }^{2}\left\langle R \sin ^{2} \omega t\right\rangle= I _{ m }^{2} R \left\langle\sin ^{2} \omega t\right\rangle$

અહીં સરેરાશ માટે - (બાર) અને $\langle\rangle$ સંજ્ઞાઓ વાપરી છે.

$\therefore \bar{p}= I _{ m }^{2} R \left\langle\sin ^{2} \omega t\right\rangle [\because I _{ m }^{2}$ અને $R$ અચળ અચળ છે.$]$

ત્રિકોણમિતિ પરથી,

$\left\langle\sin ^{2} \omega t\right\rangle=\frac{1}{2}(1-\cos 2 \omega t)$

$=\left(\frac{1}{2}-\frac{1}{2} \cos \omega t\right)$ મળે.

પણ $\langle\cos 2 \omega t\rangle=0$ તેથી $\left\langle\sin ^{2} \omega t\right\rangle=\frac{1}{2}$

$\therefore \bar{p}=\frac{1}{2} I _{ m }^{2} R$

$\langle\cos 2 \omega t\rangle=\frac{1}{ T } \int_{0}^{ T } \cos 2 \omega t d t=\frac{1}{ T }\left[\frac{\sin 2 \omega t}{2 \omega}\right]_{0}^{ T }$

$=\frac{1}{2 \omega T}[\sin 2 \omega T-0]=\frac{1}{2 \omega T}[\sin 2 \pi-0]=0$

 

903-s43

Similar Questions

એક પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ આલેખ અનુસાર દર્શાવેલો છે, તો આ આલેખમાં $rms$ પ્રવાહને દર્શાવો.

$LR$ શ્રેણી પરિપથને $V(t) = V_0\,sin\,\omega t$ જેટલા વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલ છે. લાંબા સમય પછી પ્રવાહ $I(t)$ સમય સાથે કેવી રીતે બદલાશે? $\left( {{t_0} >  > \frac{L}{R}} \right)$ 

  • [JEE MAIN 2016]

$A.C.$ પ્રવાહ $D.C.$ એમિટરથી મપાતો નથી,કારણ કે

  • [AIEEE 2004]

સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ (root mean square) ની વ્યાખ્યા, સૂત્ર આપો પ્રવાહ $I$ વિરુદ્ધ $\omega t$ નો આલેખ દોરો. 

એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.

  • [JEE MAIN 2021]