બીજ (seed) વિશે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આવૃત બીજધારીમાં બીજ એ લિંગીપ્રજનનની અંતિમ નીપજ છે. તેને ઘણી વાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. બીજ ફળની અંદર નિર્માણ પામે છે.

બીજ લાક્ષણિક રીતે બીજાવરણ/બીજાવરણો, બીજપત્ર/બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે.

ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે તે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી (શિમ્બી કુળમાં) જાડું અને ફૂલેલું હોય છે.

પુખ્ત બીજ આલ્બ્યુમિન વગર (non-albuminous) ના અથવા આલ્બ્યુમિનયુક્ત (ex-albuminous) કે અભ્રૂણપોષી હોય છે.

અભ્રૂણપોષીબીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે, તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે (દા.ત., વટાણા, મગફળી).

આલ્બ્યુમિનયુક્ત કે ભ્રૂણપોષી બીજ ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી (દા.ત, ઘઉં, મકાઈ, જવ, દિવેલા).

ક્યારેક કેટલાંક બીજમાં જેમકે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.

964-s44g

Similar Questions

બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.

ફલન બાદ બીજાશયની દિવાલ શેમાં વિકાસ પામે છે?

ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?

મોટા ભાગની જાતિમાં ફલનનાં પરિણામે ફળનો વિકાસ થાય છે જેમાંથી કેટલીક જાતિઓમાં ફલન વગર સીધો જ ફળ વિકાસ તે પ્રક્રિયાને ....... તરીકે ઓળખવામાં આવે છે.

બીજનાં અંકુરણ માટે યોગ્ય પર્યાવરણીય વાતાવરણ ક્યું છે.