મૂળના પ્રદેશો $( \mathrm{Regions \,\,of \,\,The \,\,Root} )$ વિશે આકૃતિસહ સમજાવો.
$\Rightarrow$ મૂળટોપ : મૂળ તેની ટોચના ભાગે મૂળટોપ (Root Cap) કહેવાતી અંગુલિત (અંગુઠી) જેવી રચના દ્વારા આવૃત છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે.
$\Rightarrow$ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ (Region of Meristematic Activity) : આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દીવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. તેઓ વારંવાર વિભાજન પામે છે.
$\Rightarrow$ વિસ્તરણ પ્રદેશ (Region of Elongation) : વર્ધમાનશીલ પ્રદેશની નજીકના (Proximal) કોષો ત્વરિત પ્રલંબન (વિસ્તરણElongation) પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે.
$\Rightarrow$મૂળરોમ : કેટલાંક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક, દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળરોમ (Root Hairs) કહે છે. આ મૂળરોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે.
$\Rightarrow$ પરિપક્વન પ્રદેશ (Region of Maturation) : વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભૂદિત અને પરિપક્વ થાય છે. વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ (Region of Maturtion) કહે છે.
ભ્રૂણમૂળ સિવાય વનસ્પતિનાં અન્ય ભાગોથી વિકસતું મૂળ .........છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ સ્તંભમૂળ | $I$ શકકરિયા |
$Q$ અવલંબન મૂળ | $II$ વડ |
$R$ ખોરાકસંગ્રહી મૂળ | $III$ રાઈઝોફોરા |
$S$ શ્વસનમૂળ | $IV$ શેરડી |
નીચે આપેલ મૂળ કેવા પ્રકારના છે ?
નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ
નીચેનામાંથી કયું મૂળતંત્રનું મુખ્ય કાર્ય નથી?