$\beta -$ ક્ષય સમજાવો અને ન્યુક્લિયસમાં $\beta -$ કણો ન હોવા છતાં રેડિયો એટિવ ન્યુક્લિયસ $\beta -$ કણોનું ઉત્સર્જન કેવી રીતે કરે છે ? અહીં $\beta -$ ક્ષય દરમિયાન રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડ કેમ બદલાતાં નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ન્યુક્લિયસ સ્વત: (આપમેળે) ઈલેક્ટ્રોન ($\beta-$ કણ) અથવા પોઝિટ્રોન $(\beta+કણ)$નું ઉત્સર્જન કરે તે પ્રક્રિયા $\beta-ક્ષય$કહે છે.

$\alpha$-ક્ષય અને $\beta$-ક્ષય એ ચોક્કસ વિભંજન ઊર્જા અને અર્ધ-આયુ સાથે થતી સ્વતઃ પ્રક્રિયા છે અને તે તે રેડિયો એક્ટિવ ક્ષયના નિયમનું પાલન કરતી આંકડાકીય પ્રક્રિયા છે.

આવા ક્ષયને અર્ધ-આયુ $T _{1 / 2}$ વડે લક્ષણ રીતે રજૂ કરાય છે.$\beta-$ ક્ષયમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની સાથે ઑન્ટિન્યૂટ્રિનો$(\bar{v})$ પણ ઉત્સર્જિત પામે છે જ્યારે $\beta^{+}$ક્ષયમાં પોઝિટ્રોંનની સાથે ન્યૂટ્રિનો $(v)$ પણ ઉત્સર્જન પામે છે.

ન્યૂટ્રિનો એ ઇલેક્ટ્રૉનના દળની સરખામણીએ ખૂબ ઓછું (શૂન્ય પણ) દળ ધરાવતા કણ છે અને તેઓ બીજા કણો સાથે નિર્બળ આંતરક્રિયા કરે છે. તેથી તેમની પરખ કરવી ખૂબ મુશ્કેલ છે.

ન્યૂટ્રિનો અને ઍન્ટિન્યૂટ્રિનો એ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી (પૃથ્વીમાંથી) કોઈ પણ આંતરક્રિયા કર્યા વગર આરપાર પસાર થઈ શકે છે.

$\beta$ ક્ષય : $\beta$ ક્ષયમાં જનિત ન્યુક્લિયસનો પરમાણુદળાંક, જનક ન્યુક્લિયસના પરમાણુદળાંક જેટલો જ (અફર) રહે છે પણ જનક ન્યુક્લિયસના પરમાણુક્રમાંક કરતાં જનિત ન્યુક્લિયસનો પરમાણુક્રમાંક એક ક્રમ જેટલો વધે છે. તેનું સામાન્ય સમીકરણ

${}_{Z}^{A}X\rightarrow {}_{Z+1}^{A}Y+{}_{-1}e^0(\beta^-)+\overline v$ જ્યાં

$X =$ જનક ન્યુક્લિયસ

$Y =$ જનિત ન્યુક્લિયસ

${}_{-1}e^0$=$(\beta^-)$કણ

$\overline v$ = ઇલેક્ટ્રૉનનો ઍન્ટિ પાર્ટિકલ ઍન્ટિન્યૂટ્રિનો $\rightarrow$ તેને દળ કે વિદ્યુતભાર નથી પણ સ્પિન $\pm\frac{1}{2}$ છે.

ઉદાહરણ તરીકે : ${ }_{15}^{32} P \rightarrow{ }_{16}^{32} S +e^{-}+\overline{ v }$

$\left[ T _{1 / 2}=14.3\right.$ દિવસ $]$

$\beta^{+}$ક્ષય : $\beta^{+}$क्षયમાં જનિત ન્યુક્લિયસનો પરમાણુદળાંક, જનક ન્યુક્લિયસના પરમાબુદળાંક જેટલો જ રહે છે પણ જનક ન્યુક્લિયસના પરમાણુક્રમાંક કરતાં જનિત ન્યુક્લિયસનો પરમાણુક્રમાંક $1$ ક્રમ જેટલો ધટે છે. તેનું સામાન્ય સમીકરણ 

${ }_{ Z }^{A} X \rightarrow{ }_{ Z -1}^{ A } Y +{ }_{+1} e^{0}\left(\beta^{+}\right)+ v$

જ્યાં $X =$ જનક ન્યૂક્લિયન્સ.

$Y =$જનિત ન્યુક્લિયસ

$_{+1}e^0$$=\beta^{+}$ (પોઝિટ્રોન) 

$v=$ પોઝિટ્રોનનો એન્ટિ પાર્ટિકલ ન્યૂટ્રિનો $\rightarrow$ તેને દળ કે વિદ્યુતભાર નથી પણ સ્પિન $\pm \frac{1}{2}$ છે.

ઉદાહરણ તરીકે : ${ }_{11}^{22} Na \rightarrow{ }_{10}^{22} Ne +e^{+}+ v \left[\tau_{1 / 2}=2.6\right.$ વર્ષ $]$

$\beta-$ક્ષયમાં ન્યૂટ્રોનનું પ્રોટ્રોનમાં કે પ્રોટોનનું ન્યૂટ્રોનમાં રૂપાંતર થાય છે અને પ્રોટોન અને ન્યૂટ્રોનના દળ લગભગ સમાન છે તેથી ન્યુક્લિઈડનો પરમાણું દળ $A=Z+N$ બદલાતો નથી.

Similar Questions

ન્યુક્લિયર પ્રક્રિયા : $X(n,\,\alpha ){\,_3}L{i^7}$ માં $X$ શું હોય?

  • [AIEEE 2005]

રીએક્ટરમાં $30$ દિવસમાં $2\,kg$ ${ }_{92} U ^{235}$ વપરાય છે,એક વિખંડનમાં $200\, MeV$ ઉર્જા મુક્ત થાય છે,તો રીએક્ટરમાં પાવર  .......$MW$

  • [JEE MAIN 2020]

${ }_{92} U ^{235}$ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો થાય છે પરિણામે ${ }_{36} K ^{93}$ અને ${ }_{56} Ba ^{140}$ ઉદ્ભવે સાથે.

$\alpha $-કણમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા હોય?

રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $ _ZX^A$ એ $3 \alpha$ - કણનું અને $5 \beta$ - કણનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુક્લિયસના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર .....થશે.