ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિતઘર્ષણ બળ એ ગતિને નહીં પણ અપેક્ષિત ગતિને અવરોધે છે.
ઉદાહરણ : પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના ડબ્બામાં તળિયે પડેલ એક બોક્સનો વિયાર કરો. જો બોક્સ ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય, તો ટ્રેન સાથે જ તે પણ પ્રવેગિત થાય.
ટ્રેન પ્રવેગિત થતાં જ સમક્ષિતિજ દિશામાં બોક્સ પર લાગતું ધર્ષણબળ આ પ્રવેગિત ગતિ કરાવે છે.
જે ધર્ષણબળ લાગતું જ ન હોત તો ડબાનું તળિયું જેમ જેમ આગળ જાત તેમ તેમ આ બોક્સના જડત્વના ગુણર્ધમને લીધે જે તે સ્થાને પડી રહેત અને ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત. પરંતુ વ્યવહારમાં આમ બનતું નથી તેથી ક્હી શકાય કે સ્થિત ધર્ષણબળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે.
આ અપેક્ષિત સાપેક્ષ ગતિ, સ્થિત ધર્ષણબળ $f_{ s }$ વડે અવરોધાય છે. સ્થિત ધર્ષણ બોક્સને ડબ્બામાં જ તેના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે બોક્સને સ્થિર રાખે છે.
ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો તથા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય.... છે
કાર એક સમક્ષિતિજ રોડ પર $V_o $ વેગ થી ગતિ કરે છે ટાયર અને રોડ વચ્ચે નો ઘર્ષણાક $\mu $ છે તો કાર ને ઊભી રાખવા માટે નું ન્યૂનતમ કેટલુ અંતર કાપ્શે?
ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંક શાથી ગણાય છે ?
સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ?