ગોસના નિયમ અંગેના કેટલાંક અગત્યના મુદ્દાઓ ચર્ચો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ જો બંધ સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફલક્સ પણ શૂન્ય હોય છે.

$(ii)$ આ નિયમ કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે.

$(iii)$ $\phi=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં જમણી બાજુનું પદ $\Sigma q$ એ સપાટી વડે ધેરાયેલા બધા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે સ્થાને રહેલા હોઈ શકે છે.

$(iv)$ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કे કેટલાંક વિદ્યુતભારો અંદર અને કેટલાંક વિદ્યુતભારો બહાર હોય, તો ગોસનું સૂત્ર $\overrightarrow{ E } \cdot d \overrightarrow{ S }=\frac{\Sigma q}{\epsilon_{0}}$ માં ડાબી બાજુનું $\overrightarrow{ E }$ એ અંદર અને બહારના વિદ્યુતભારોથી ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર છે જ્યારે જમણી બાજુનું પદ $\Sigma q$ એ માત્ર અંદરના વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભારો છે.

$(v)$ ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીઓ તેને ગોસિયન સપાટી કહે છે.

$(vi)$ ગોસના નિયમનો ઉપયોગ કરીને સંમિતિ ધરાવતા તંત્ર વડે ઉદભવતા વિદ્યુતક્ષેત્રો સરળતાથી શોધી શકાય છે.

$(vii)$ ગોસનો નિયમ એ અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર આધારિત છે.

Similar Questions

સમક્ષિતિજ સમતલ પર $a$ ત્રિજ્યાનો વિજભારરહિત અર્ધગોળો પડેલો છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર શિરોલંબ સાથે $\frac {\pi }{4}$ ના ખૂણે એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવેલ છે.અર્ધગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • [AIEEE 2012]

એક સમઘન કદ $x=0, x= a , y=0, y= a$ અને $z=0, z= a$ સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }={E_{ox}} \hat{i},$ જ્યાં $E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}$, વડે આપવામાં આવે છે. જો $a=2\,cm$ હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર $Q \times 10^{-14}\,C$ છે. $Q$ નું મૂલ્ય $........$ થશે.( $\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2$ લો.)

  • [JEE MAIN 2023]

બે ધન વિદ્યુતભારો નજીક હોય ત્યારે તેની ક્ષેત્રરેખાઓ દોરો. 

એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.

  • [JEE MAIN 2022]

$\alpha $ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકેલો છે તેના કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ............ થાય 

  • [AIIMS 2001]