| પ્રોકેરિયોટિક કોષ | યુકેરિયોટિક કોષ |
| $1$. કદ સામાન્ય રીતે નાનું હોય છે $(0.5-10 \mu m)$. | $1$. કદ સામાન્ય રીતે મોટું હોય છે $(1-100 \mu m)$. |
| $2$. કોષકેન્દ્રીય વિસ્તાર કોષકેન્દ્રપટલ દ્વારા ઘેરાયેલો હોતો નથી. | $2$. કોષકેન્દ્રીય વિસ્તાર કોષકેન્દ્રપટલ દ્વારા ઘેરાયેલો હોય છે. |
| $3$. પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર,લાયસોઝોમ્સ અને અંતઃકોષરસજાળનો અભાવ હોય છે. | $3$. બધી પટલમય અંગિકાઓ હાજર હોય છે. |
| $4$. કોષકેન્દ્રિકાનો અભાવ હોય છે. | $4$. કોષકેન્દ્રિકા હાજર હોય છે. |
| $5$. કોષ વિભાજન ભાજન અથવા કલિકાસર્જન દ્વારા થાય છે (સમભાજનનો અભાવ). | $5$. કોષ વિભાજન સમભાજન અથવા અર્ધીકરણ દ્વારા થાય છે. |
| $6$. તેઓ હંમેશા એક જ રંગસૂત્ર ધરાવે છે. | $6$. તેઓ એક કરતા વધારે રંગસૂત્રો ધરાવે છે. |
| $7$. $DNA$ વર્તુળાકાર હોય છે અને કોષરસમાં મુક્ત રીતે તરતું હોય છે (સાચું કોષકેન્દ્ર હોતું નથી). | $7$. $DNA$ રેખીય હોય છે અને કોષકેન્દ્રની અંદર સમાવિષ્ટ હોય છે. |
| $8$. $DNA$ નગ્ન હોય છે (હિસ્ટોન પ્રોટીન સાથે જોડાયેલ હોતું નથી). ઉદા. $PPLO$,બેક્ટેરિયા અને નીલ-હરિત લીલ. | $8$. $DNA$ રંગસૂત્રો બનાવવા માટે પ્રોટીન (હિસ્ટોન) સાથે જોડાયેલ હોય છે. ઉદા. વનસ્પતિઓ અને પ્રાણીઓ. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo