તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, તે તમે કેવી રીતે નક્કી કરશો ?
શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$ છે.
આથી, આપેલ રંગવિહીન પ્રવાહી પાણી છે કે નહીં તેની ચકાસણી નીચે મુજબ પ્રયોગ દ્વારા કરી શકાય છે.
સૌ પ્રથમ આપેલ રંગવિહીન પ્રવાહીને એક બીકરમાં લઈ તેમાં થરમૉમિટર મૂકો. ત્યારબાદ બીકરને તારની ઝાળી દ્વારા સ્ટેન્ડ પર મૂકી બર્નરની મદદથી ગરમ કરો.
આથી જેમ-જેમ તાપમાન વધતું જશે તેમ બીકરમાંનું પ્રવાહી ઉકળશે. જો આપેલ પ્રવાહી $100\,^oC$ તાપમાને ઉકળતું હોય તો તે પાણી છે એવું નક્કી કરી શકાય છે.
નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે ?
$(a)$ છોડની વૃદ્ધિ $(b)$ લોખંડનું કટાવું $(c)$ લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા
$(d)$ ખોરાકનું રાંધવું $(e)$ ખોરાકનું પાચન $(f)$ પાણીનું ઠરવું
$(g)$ મીણબત્તીનું સળગવું
પ્રજ્ઞા ચાર જુદા-જુદા પદાર્થોની જુદાં-જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. ($100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે) :
ઓગાળેલ પદાર્થ | તાપમાન $K$ | ||||
$283$ | $293$ | $313$ | $333$ | $353$ | |
પોટેશિયમ નાઇટ્રેટ | $21$ | $32$ | $62$ | $106$ | $167$ |
સોડિયમ ક્લોરાઇડ | $36$ | $36$ | $36$ | $37$ | $37$ |
પોટૅશિયમ ક્લોરાઇડ | $35$ | $35$ | $40$ | $46$ | $54$ |
એમોનિયમ ક્લોરાઇડ | $24$ | $37$ | $41$ | $55$ | $66$ |
$(a)$ $313\, K$ તાપમાને $50$ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટૅશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ ?
$(b)$ પ્રજ્ઞા $353\, K$ તાપમાને પોટૅશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાનાં તાપમાને ઠંડું પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તેનું અવલોકન શું હશે ? સમજાવો.
નીચેનાને ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો :
ઝાડનું કાપવું.
તવીમાં માખણનું પીગળવું.
તિજોરીને કાટ લાગવો.
પાણી ઉકાળીને વરાળ બનાવવી.
પાણીમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી, પાણીનું હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુમાં વિઘટન કરવું.
પાણીમાં સામાન્ય ક્ષાર (મીઠું) ઓગાળવું.
કાચાં ફળો વડે ફુટસલાડ બનાવવું.
કાગળ અને લાકડાનું સળગવું.
નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?
$(a)$ તેલને પાણીમાંથી
$(b)$ ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી
$(c)$ રેતીમાંથી લોખંડની ટાકણીઓને
$(d)$ ઘઉંના દાણાને ભૂસાં (છોતરાં) માંથી
$(e)$ માટી (કાદવ) ના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી
નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે ?
$(a)$ મીઠાનું દ્રાવણ
$(b)$ દૂધ
$(c)$ કૉપર સલ્ફેટનું દ્રાવણ
$(d)$ સ્ટાર્ચનું દ્રાવણ