ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ફલિતાંડ જયારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે, ત્યારે તેમાં સમવિભાજન (mitatic division) શરૂ થાય છે, જેને વિખંડન (cleavage) કહે છે અને $2, 4, 8, 16$ બાળકોષોનું નિર્માણ કરે છે જેને ગર્ભકોઠી કોષો (blastomeres) કહે છે.

$8-16$ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા (Morola) કહે છે.

મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે તેમ તેમ તે ગર્ભકોઇ કોથળી (blastocyst)માં રૂપાંતરિત થાય છે.

ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષકકોષો (trophoblast) કહેવાય છે અને પોષકકોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષસમૂહ કહે છે.

આ તમામ ફેરફારો એક અઠવાડિયાના ગાળામાં થાય છે.

965-s42g

Similar Questions

ફલન દરમિયાન, શુક્રકોષ એ અંડકોષનાં કયા સ્તરનાં સંપર્કમાં આવે છે ?

 બાળકની જાતીનું નિશ્ચયન કોના દ્વારા થાય છે ?

કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?

અંડકોષના અંદરથી બહાર તરફના સ્તરોને ઓળખો.

કયા સ્થાને ફલિતાંડનું પ્રથમ વિખંડન થઈ શકશે ?