(N/A) અનુકૂલિત પ્રસરણ એ એક ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે જે એક જ પૂર્વજમાંથી ઝડપથી વિવિધતા પામતી નવી જાતિઓનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા કુદરતી પસંદગીને કારણે થાય છે.
અનુકૂલિત પ્રસરણનું એક ઉદાહરણ ગેલાપેગોસ ટાપુઓ પર જોવા મળતી ડાર્વિનની ફિન્ચ (Darwin's finches) છે.
ગેલાપેગોસ ટાપુઓ પર ફિન્ચની ઘણી વિવિધતા જોવા મળે છે,જે એક જ જાતિમાંથી ઉદ્ભવી છે,જે આ ટાપુ પર આકસ્મિક રીતે પહોંચી હતી.
પરિણામે,ઘણી નવી જાતિઓ વિકસિત થઈ છે,અલગ પડી છે અને નવા નિવાસસ્થાનોમાં રહેવા માટે અનુકૂલિત થઈ છે.
આ ફિન્ચ પક્ષીઓએ તેમની ખોરાકની આદતોને અનુરૂપ વિવિધ પ્રકારની ચાંચ અને ખાવાની પદ્ધતિઓ વિકસાવી છે.
કીટકભક્ષી,રુધિર ચૂસતી અને વિવિધ આહાર પદ્ધતિઓ ધરાવતી ફિન્ચની અન્ય જાતિઓ એક જ બીજ ખાતી ફિન્ચના પૂર્વજમાંથી વિકસિત થઈ છે.