(N/A) $\rightarrow$ મકાઈનું પર્ણ સપાટ અને લાંબું હોય છે. પર્ણના મધ્ય ભાગમાં ઉત્પન્ન થતા કોષો એકસરખા પ્રકારના હોય છે. તેથી રચનાત્મક રીતે મકાઈના પર્ણને સમદ્વિપાર્શ્વ (Isobilateral) પર્ણ કહેવામાં આવે છે.
$\rightarrow$ મકાઈના પર્ણના પાતળા છેદને સેફ્રેનિન વડે અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ જોતા તેમાં નીચે મુજબના સ્તરો જોવા મળે છે: $(1)$ અધિસ્તર,$(2)$ મધ્યપર્ણ પેશી,$(3)$ વાહકપુલ.
$(1)$ અધિસ્તર: પર્ણમાં બે અધિસ્તર જોવા મળે છે.
$\rightarrow$ ઉપરી અધિસ્તર: તે સૌથી ઉપરનું સ્તર અથવા અભિમુખ (adaxial) સ્તર બનાવે છે. તે મૃદુતકીય કોષોનું બનેલું એકસ્તરીય પેશી છે. તેની બહારની સપાટી ક્યુટિકલના રક્ષણાત્મક સ્તરથી ઢંકાયેલી હોય છે.
$\rightarrow$ અભિમુખ સ્તરમાં અમુક અંતરે બુલિફોર્મ કોષો લાંબી હરોળમાં ગોઠવાયેલા હોય છે. આ કોષો $5$ થી $7$ ના સમૂહમાં હોય છે.
$\rightarrow$ આ કોષો અધિસ્તરના અન્ય કોષો કરતા પ્રમાણમાં મોટા હોય છે. તેમની બહારની દીવાલ પર રક્ષણાત્મક ક્યુટિકલ હોતું નથી અને તે ખૂબ જ પાતળી હોય છે. સામાન્ય રીતે આ કોષોની બંને બાજુએ એકકોષીય ત્રાંસા નાના રોમ (trichomes) આવેલા હોય છે. આ રોમ વાતાવરણમાંથી ભેજનું શોષણ કરવામાં મદદ કરે છે.
$\rightarrow$ બુલિફોર્મ કોષોની હાજરી અભિમુખ સ્તરને અપિમુખ (abaxial) સ્તરથી અલગ પાડે છે. ભેજવાળા વાતાવરણમાં બુલિફોર્મ કોષો પાણી શોષીને ફૂલે છે અને પર્ણની સપાટી ખુલ્લી થાય છે. સૂકા વાતાવરણમાં પાણીની અછતને કારણે તે ચીમળાઈ જાય છે,જેનાથી પર્ણ અંદરની તરફ વળી જાય છે જેથી પાણીનો વ્યય ઘટે છે. તેથી આ કોષોને મોટર કોષો પણ કહેવામાં આવે છે.
$(2)$ મધ્યપર્ણ પેશી: પર્ણ સમદ્વિપાર્શ્વ રચના ધરાવતું હોવાથી તેમાં લંબોતક અને શિથિલોતક પેશીમાં કોઈ વિભેદન હોતું નથી.
$\rightarrow$ બધા કોષો સમાન હોય છે અને સમાન માત્રામાં હરિતકણ ધરાવે છે.
$\rightarrow$ મધ્યપર્ણ પેશીના કોષો ગોળાકાર કે અંડાકાર હોય છે અને તેમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય છે. વાયુરંધ્રની નીચે હવા ભરેલી કોથળીઓ સ્પષ્ટ દેખાય છે,જેને શ્વસન ગુહા કહેવામાં આવે છે.
$(3)$ વાહકપુલ: મકાઈ એકદળી વનસ્પતિ હોવાથી તેમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે; તેથી વાહકપુલ ઊભા છેદમાં જોવા મળે છે અને એકબીજાથી સમાન અંતરે આવેલા હોય છે.
$\rightarrow$ વાહકપુલ સહસ્થ,સંગત અને અવરોધિત (closed) પ્રકારના હોય છે.
$\rightarrow$ વાહકપુલ મોટા અને નાના બંને પ્રકારના હોય છે. જલવાહક પેશી અભિમુખ સ્તર તરફ અને અન્નવાહક પેશી અપિમુખ સ્તર તરફ આવેલી હોય છે.
$\rightarrow$ દરેક વાહકપુલ દ્રઢોતકીય પુલકંચુક (bundle sheath) દ્વારા ઘેરાયેલું હોય છે. આ પુલકંચુક અભિમુખ અને અપિમુખ સ્તર સુધી વિસ્તરેલું હોય છે,જે પર્ણને યાંત્રિક મજબૂતી આપે છે.