(N/A) $\rightarrow$ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. આ કચરો સુવિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે.
$\rightarrow$ ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ,મૂત્રવાહિનીઓ,અવસારણી અને મૂત્રાશયનો સમાવેશ થાય છે.
$\rightarrow$ મૂત્રપિંડ: આ ઘટ્ટ,ઘેરા લાલ રંગની અને વાલના આકારની રચનાઓ છે,જે શરીરની ગુહામાં કરોડસ્તંભની બંને બાજુએ પાછળના ભાગે આવેલી હોય છે.
$\rightarrow$ દરેક મૂત્રપિંડ અનેક રચનાત્મક અને કાર્યાત્મક એકમોનું બનેલું હોય છે જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફ્રોન્સ કહેવામાં આવે છે.
$\rightarrow$ નર દેડકામાં મૂત્રવાહિનીઓ મૂત્રજનન માર્ગ તરીકે કાર્ય કરે છે,જે અવસારણીમાં ખુલે છે.
$\rightarrow$ મૂત્રાશય: મળાશયની વક્ષ બાજુએ પાતળી દીવાલવાળું મૂત્રાશય આવેલું હોય છે,જે પણ અવસારણીમાં ખુલે છે.
$\rightarrow$ ઉત્સર્ગ દ્રવ્યો રુધિર દ્વારા મૂત્રપિંડમાં લાવવામાં આવે છે,જ્યાં તેનું ગાળણ થાય છે અને ઉત્સર્જન થાય છે.