રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે શું ? તેનું કારણ સમજાવો.
રંગસૂત્રીય સંખ્યામાં દ્વિકીય સંખ્યામાં જોવા મળતી વધઘટને પ્લોઇડી (ploidy) કહે છે.
એક અથવા વધુ રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે.
કોષવિભાજન સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે તેને એન્યુપ્લોઇડી (Aneuploidy) કહે છે.
ઉદાહરણ તરીકે $21$માં રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રના કારણે ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે.
તે જ રીતે એક રંગસૂત્ર ગુમાવવાના કારણે ટર્નસ સિન્ડ્રોમ થાય છે.
કોષવિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન (cytokinesis) ન થવાથી સજીવોમાં રંગસૂત્રનું એક આખું જૂથ વધી જાય છે તેને પોલિપ્લોઇડી (polyploidy) કહે છે. આ અવસ્થા મુખ્યત્વે વનસ્પતિઓમાં જોવા મળે છે.
માદામાં એક લીંગી રંગસુત્રનો લોપ થવાથી કઈ ખામી નિર્માણ પામે?
નીચેનો કેર્પોટાઈપ કયો રોગ સુચવે છે.
એ કઈ જનીનીક વિકૃતિ છે, કે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોમેસ્ટીઆ અને વંધ્ય લક્ષણો જોવા મળે ?
સાચી જોડ શોધો :
ડાઉન્સ સિન્ડ્રોમ વિશે ટૂંકમાં સમજૂતી આપો.