(N/A) $(i)$ ધ્રુવ: ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રબિંદુને અરીસાનો ધ્રુવ કહે છે.
$(ii)$ વક્રતાકેન્દ્ર: ગોલીય અરીસો જે પોલા ગોળાનો એક ભાગ છે,તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતાકેન્દ્ર કહે છે.
$(iii)$ વક્રતાત્રિજ્યા: ગોલીય અરીસો જે પોલા ગોળાનો એક ભાગ છે,તે ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતાત્રિજ્યા કહે છે.
$(iv)$ મુખ્ય અક્ષ: ગોલીય અરીસાના ધ્રુવ અને વક્રતાકેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે.
$(v)$ મુખ્ય કેન્દ્ર: મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થાય છે અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેમ લાગે છે,તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે.
$(vi)$ દર્પણમુખ (એપર્ચર): ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના અસરકારક વ્યાસને તેનું દર્પણમુખ (એપર્ચર) કહે છે.
$(vii)$ કેન્દ્રલંબાઈ: ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્રલંબાઈ કહે છે,જેને $f$ વડે દર્શાવવામાં આવે છે.