સંયોજનમાં ટકાવારી સંઘટન એટલે તેમાં રહેલા દરેક તત્વની દળ ટકાવારી. તે આપેલા નમૂનાની શુદ્ધતા નક્કી કરવામાં મદદ કરે છે.
તત્વની દળ ટકાવારી ગણવાનું સૂત્ર નીચે મુજબ છે:
$\text{તત્વની દળ } \% = \frac{\text{સંયોજનમાં તે તત્વનું દળ} \times 100}{\text{સંયોજનનું મોલર દળ}}$
ઉદાહરણ તરીકે,પાણી $(H_2O)$ માં:
પાણીનું મોલર દળ $= 18.02 \ g/mol$
$\text{હાઇડ્રોજનની દળ } \% = \frac{2 \times 1.008}{18.02} \times 100 = 11.18 \%$
$\text{ઓક્સિજનની દળ } \% = \frac{16.00}{18.02} \times 100 = 88.79 \%$
તે જ રીતે,ઇથેનોલ $(C_2H_5OH)$ માટે જેનું મોલર દળ $46.068 \ g/mol$ છે:
$\text{કાર્બનની દળ } \% = \frac{24.02}{46.068} \times 100 = 52.14 \%$
$\text{હાઇડ્રોજનની દળ } \% = \frac{6.048}{46.068} \times 100 = 13.13 \%$
$\text{ઓક્સિજનની દળ } \% = \frac{16.00}{46.068} \times 100 = 34.73 \%$