ઓપેરોનની વ્યાખ્યા, ઉદાહરણ સહિત આપી, પ્રેરક ઑપરોનની સમજૂતી આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લેક-ઑપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવરસાયણશાસ્ત્રી જૈકવે મોનોડના સહિયારા પ્રયાસ પરથી મળી. તેઓએ સૌપ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર (transcriptionally regulated system) વિશે ખ્યાલ આપ્યો. લેક-ઑપેરોન (અહીં લેકનો અર્થ લેક્ટોઝ છે) માં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે.

આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે. તેને ઑપેરોન (operon) કહે છે. એવાં કેટલાંક ઉદાહરણ લેક-ઑપેરોન (lac operon), ટ્રિપ ઑપેરોન (trp operon), એરા-ઑપેરોન (ara operon), હિસ ઑપેરોન (his operon), વૅલ-ઑપેરોન (val operon) વગેરે છે.

          લેક-ઑપેરોન એક નિયામક જનીન ( $i$ જનીન. અહીં $i$ નો અર્થ પ્રેરક (inducer) નથી, પરંતુ આ શબ્દ અવરોધક (inhibitor) પરથી લેવામાં આવ્યો છે, અને ત્રણ બંધારણીય જનીન ( $z,\,y$ અને $a$ )થી મળીને બને છે. $i$ જનીન લેક-ઑપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે.

$z$ જનીન $\beta -$ ગેલેક્ટોસાઈડેઝ ( $\beta -$ gal)નું સંકેતન કરે છે. જે ડાયસેકેરાઈડ્રસ લેક્ટોઝના જળવિભાજનથી મોનોમેરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લૂકોઝનું સર્જન કરે છે. $y$ જનીન પર્મિએઝ માટેનું સંકેતન કરે છે જે કોષમાં $\beta -$ ગેલેક્ટોસાઈડેઝની પારગમ્યતાને વધારે છે.

જનીન $a$ દ્વારા ટ્રાન્સએસિટાયલેઝનું સંકેતન થાય છે. આ રીતે લેક-ઑપેરોનના ત્રણેય જનીનનાં ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે. બીજા અન્ય ઑપેરોનના ઑપેરોનમાં ઉપસ્થિત જનીન તેજ અથવા સંબંધિત ચયાપચયિક પથમાં એક સાથે કાર્ય કરે છે (આકૃતિ).

    

          લેક્ટોઝ એ $\beta -$ ગેલેક્ટોસાઈડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ (Switching on) અને સમાપ્તિ (off) નું નિયમન કરે છે. તેને પ્રેરક (inducer) કહેવાય છે. સૌથી ઉત્તમ કાર્બન સ્રોત-ગ્લૂકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પર્મીએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે યાદ રાખો કોષમાં લેક-ઑપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશાં હાજર રહેવી જોઈએ , અન્યથા લેક્ટોઝ કોષોની અંદર પ્રવેશ નહિ કરી શકે). તેના પછી લેક્ટોઝ ઑપેરોનને નીચે મુજબ પ્રેરિત કરે છે :

          ઑપેરોનના $i$ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત (હંમેશાં અંગભૂત ભાગ તરીકે) થાય છે. નિગ્રાહક પ્રોટીન ઑપેરોનના ઑપરેટર વિસ્તારે જોડાઈને $RNA$ પોલિમરેઝને પ્રત્યાંકન કરતાં અટકાવે છે. લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થાય છે. તેથી $RNA$ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંકનની શરૂઆત કરે છે (આકૃતિ).

લેક-ઑપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે.

           યાદ રાખો કે લેક-ઑપેરોન માટે ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. શું તમે વિચારી શકો છો કે, લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક-ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરશે ?

          નિગ્રાહક દ્વારા લેક-ઑપેરોનના નિયમનને નકારાત્મક નિયમન (negative regulation) કહે છે. લેક-ઑપેરોન હકારાત્મક નિયમન (positive regulation)ના નિયંત્રણમાં પણ હોય છે 

968-s127g

Similar Questions

સમસ્થાપન..... માટે નિર્દેશિત કરાય છે.

$i$ જનીન શેનુ સંકેતન કરે છે ?

$E.coli$ ની જાતિમાં જનીન $i$ વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?

  • [NEET 2022]

લેક ઓપેરોનમાં $z$ જનીન .............. દર્શાવે છે. 

  • [NEET 2022]

સુકોષકેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થાય છે ?