(N/A) $(i)$ વર્મીકમ્પોસ્ટ: કમ્પોસ્ટ એ એક પ્રકારનું ખાતર છે જે કાર્બનિક પદાર્થો અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓના કચરાના વિઘટનની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અળસિયાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ખાતરને વર્મીકમ્પોસ્ટ કહેવામાં આવે છે.
$(ii)$ લીલું ખાતર: ખેતરમાં જ લીલી વનસ્પતિઓને સડાવીને તૈયાર કરવામાં આવતા ખાતરને લીલું ખાતર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે,ખેતરમાં સણ જેવી વનસ્પતિ ઉગાડી,તેને ખેડીને જમીનમાં દબાવી દેવામાં આવે છે અને તે ખેતરમાં જ સડીને લીલું ખાતર બનાવે છે.
$(iii)$ જૈવિક ખાતર: જે સજીવોનો ઉપયોગ વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડવા માટે ખાતર તરીકે થાય છે,તેને જૈવિક ખાતર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે,બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ),જે ડાંગરના ખેતરોમાં જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે,તે જૈવિક ખાતર તરીકે કાર્ય કરે છે.