કોષવાદનું ટૂંકમાં વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ $1838$ માં,મેથિયાસ સ્લીડન અને થિયોડોર શ્વાને કોષવાદ રજૂ કર્યો.
$\Rightarrow$ મેથિયાસ સ્લીડન એક જર્મન વનસ્પતિશાસ્ત્રી હતા. તેમણે અવલોકન કર્યું કે તમામ વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય છે જે વનસ્પતિના પેશીઓનું નિર્માણ કરે છે.
$\Rightarrow$ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વાને વિવિધ પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કર્યો અને અહેવાલ આપ્યો કે કોષોમાં એક પાતળું બાહ્ય પડ હોય છે,જેને હવે કોષરસસ્તર (plasma membrane) તરીકે ઓળખવામાં આવે છે. તેમણે એવું પણ તારણ કાઢ્યું કે કોષદીવાલની હાજરી એ વનસ્પતિ કોષોનું વિશિષ્ટ લક્ષણ છે.
$\Rightarrow$ આ બંને વૈજ્ઞાનિકોએ સાથે મળીને કોષવાદ રજૂ કર્યો,જે નીચે મુજબ છે:
$(a)$ તમામ સજીવો કોષો અને કોષોની નીપજોના બનેલા હોય છે.
$(b)$ કોષ એ તમામ સજીવોનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે.
$\Rightarrow$ જોકે,આ સિદ્ધાંત એ સમજાવી શક્યો નહીં કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે.
$\Rightarrow$ રુડોલ્ફ વિર્ચોએ ($1855$ માં) સૌપ્રથમ સમજાવ્યું કે કોષો વિભાજન પામે છે અને નવા કોષો પૂર્વ-અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે (Omnis cellula-e cellula).
$\Rightarrow$ તેમણે સ્લીડન અને શ્વાનની પૂર્વધારણામાં સુધારો કરીને કોષવાદને અંતિમ સ્વરૂપ આપ્યું:
$(i)$ તમામ સજીવો કોષો અને કોષોની નીપજોના બનેલા હોય છે.
$(ii)$ તમામ કોષો પૂર્વ-અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે.

Explore More

Similar Questions

થિયોડોર શ્વાન કોણ હતા....

કોષ એ તમામ સજીવોનો પાયાનો,રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે કારણ કે

વનસ્પતિઓ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો?

બહુકોષીય સજીવોમાં શ્રમવિભાજન જોવા મળે છે. સમજાવો.

કયા વૈજ્ઞાનિકે બૂચ (cork) ના ઝાડના કોષોનો અભ્યાસ કર્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo