(N/A) પાચનનળીની દીવાલ ચાર સ્તરોની બનેલી હોય છે. જે નીચે મુજબ છે:
$(i)$ સીરોસા (Serosa) એ માનવ પાચનનળીનું સૌથી બહારનું સ્તર છે. તે સ્ત્રાવી અધિચ્છદ કોષોના પાતળા સ્તર અને તેની નીચે રહેલા થોડા સંયોજક પેશીઓનું બનેલું હોય છે.
$(ii)$ મસ્ક્યુલેરિસ (Muscularis) એ સરળ સ્નાયુઓનું બનેલું સ્તર છે,જે બહારના આયામ (longitudinal) સ્તર અને અંદરના વર્તુળાકાર (circular) સ્તરમાં ગોઠવાયેલું હોય છે.
$(iii)$ સબ-મ્યુકોસા (Sub-mucosa) એ શિથિલ સંયોજક પેશીઓનું સ્તર છે,જેમાં ચેતાઓ,રુધિર અને લસિકા વાહિનીઓ આવેલી હોય છે. તે મ્યુકોસાને આધાર આપે છે.
$(iv)$ મ્યુકોસા (Mucosa) એ પાચનનળીના લ્યુમેનનું સૌથી અંદરનું સ્તર છે. તે મુખ્યત્વે શોષણ અને સ્ત્રાવમાં સામેલ છે.