$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને $f$ બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ $l$ જેટલી વધે છે. સમાન દ્રવ્યનો $2L$ લંબાઈ અને $2r$ ત્રિજ્યાના બીજા તારને $2 f$ બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.
$2l$
$l$
$4 \ l$
$l / 2$
નીચેના બધા તાર પર સમાન બળ લગાવવામાં આવે તો લંબાઈમાં મહત્તમ વધારો શેમાં થાય ?
એક તાર પર $W$ વજન લટકાવતાં તે $1 \;mm$ લાંબો થાય છે. જો તારને એક ગરગડી પરથી પસાર કરી તેનાં બંને છેડે વજનો લટકાવવામાં આવે, તો તારની લંબાઈનો કેટલો વધારો ($mm$ માં) થશે?
નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે જણાવો :
$(a)$ રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે.
$(b)$ ગૂંચળાનું ખેંચાણ (લંબાઈ વધારો) તેના આકાર મૉડ્યુલસ પરથી નક્કી થાય છે.
$Y= 49000 \frac{m}{l} \frac{d y n e}{c^2}$ સૂત્ર વડે યંગ મોડ્યુલસ શોધવામાં આવે છે, જ્યાં પ્રયોગમાં $M$ એ દળ અને $l$ એ તારમાં ઉત્પન ખેંચાણ છે. હવે ગ્રાફ પેપરમાં $M-l$ આલેખ પરથી યંત્ર મોડ્યુલસ ($Y$)માં ત્રૂટિનું અનુમાન લગાવવામાં આવે છે. ભાર-અક્ષ અને ખેંચાણ (extension) -
અક્ષની દિશામાં નાનામાં નાનો વિભાગ અનુક્રમે $5 \mathrm{gm}$ અને $0.02 \mathrm{~cm}$ છે. જો $M$ અને $l$ નાં મૂલ્ય અનુક્રમે $500 \mathrm{gm}$ અને $2 \mathrm{~cm}$ હોય તો $Y$ માં પ્રતિશત ત્રૂટિ . . . . . .થશે.
$A$ આડછેદનું ક્ષેત્રફળ, $r$ ત્રિજયાવાળી અને $E$ યંગ મોડયુલસ ઘરાવતી રીંગને $R$ ત્રિજયાની તકતી પર લગાવવા કેટલા બળની જરૂર પડે? $(R> r)$