લાક્ષણિક આવૃત બીજધારી પુષ્પ ચાર ચકો ધરાવે છે. આ પુષ્પીય ભાગોનાં નામ આપો અને ક્રમાનુસાર તેમની ગોઠવણી દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આવૃત બીજધારી લાક્ષણિક પુખનાં ચાર ચક્રો નીચે પ્રમાણે છે :

$(a)$ વજચક્ર (Calyx) : તે પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. તેના એકમોને વજપત્રો (sepals અથવા Calyx) કહે છે. તે સામાન્ય રીતે લીલા રંગના અને કલિકા અવસ્થામાં રક્ષણ કરવાનું કાર્ય કરે છે,

$(b)$ દલચક્ર (Corolla) : તે દલપત્રો (Petals)નું બનેલું છે. સામાન્ય રીતે ચળકતા રંગના હોય છે જે પરાગનયને માટે કીટકોને આકર્ષે છે.

$(c)$ પુંકેસરચક્ર (Androecium) : તે પુંકેસરો (Stamens)નું બનેલું છે. તે નર પ્રજનન અંગ છે. પ્રત્યેક પુંકેસરમાં તંતુ (Stalk or Filament) અને પરાગાશય (Anther) હોય છે. તે પરાગકોટર અને પરાગરજ ધરાવે છે.

$(d)$ સ્ત્રીકેસરચક્ર (ynoecium) : એ માદા પ્રજનન અંગ છે. તેમાં એક કે વધારે સ્ત્રીકેસરો હોય છે. પ્રત્યેક સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશય હોય છે.

945-s97g

Similar Questions

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.

...........માં પુષ્પો દ્વિઅરીય સમમિતી ધરાવે છે.

પુંકેસરની રચના સમજાવો.

ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.

કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?

  • [NEET 2016]