વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?
સમકેન્દ્રીત વલયો : સમકેન્દ્રીત વૃદ્ધિ વલયોને વાર્ષિક વલયો કહે છે. આ વલયો દ્વિતીય વૃદ્ધિને કારણે ઉત્પન્ન થાય છે. દ્વિતીય વૃદ્ધિ દ્વિદળી વૃક્ષોમાં વધુનશીલ પેશી એધાની પ્રક્રિયા દ્વારા થાય છે.
વસંતઋતુમાં એધા (cambium) વધુ સક્રિય હોય છે. આથી ઉત્પન્ન થયેલ લાકડામાં જલવાહક કોષો મોટા કદના હોય છે, જ્યારે. શિયાળામાં ઉત્પન્ન થયેલ લાકડામાં નાના કદના અને સાંકડા જલવાહક ઘટકો હોય છે. પરિણામે બે વલયો ઉત્પન્ન થાય છે. જેને વૃદ્ધિ વલયો કહે છે.
આ વલયોની સંખ્યા ગણીને વૃક્ષની ઉંમર નક્કી થઈ શકે છે. વિજ્ઞાનની આ શાખાને ડેન્ડોક્રોનોલૉજી (dendro chronology) અથવા વૃદ્ધિ વલય પૃથક્કરણ કહે છે.
મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ વિશે સમજૂતી આપો.
વસંતકાષ્ઠની આંતરિક રચના કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે છે. વસંત કાષ્ઠ માટે સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.
$(a)$ તે પૂર્વકાષ્ઠ તરીકે પણ ઓળખાય છે.
$(b)$ વસંતઋતુંમા, એધા સાંકડા જલવાહક વાળા ધટકો ઉત્પનન કરે છે.
$(c)$ તે આછા રંગ નું હોય છે.
$(d)$ વસંત સને શરદ કાષ્ઠ સાથે મળી એકાંતરિત વર્તુળી રિંગ બનાવે છે જેને વાર્ષિક વલય કહે છે.
$(e)$ તે ઓછી ધનતા વાળું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
વાહીપુલીય એધા ………. ઉત્પન્ન કરે છે.
પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.
છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ