બિંદુવતું વિધુતભાર $\mathrm{Q}$ ના વિધુતક્ષેત્રમાં એક પરિક્ષણ વિધુતભાર $\mathrm{q}$ બે જુદા જુદા બંધ માર્ગો પર ગતિ કરે છે. વિધુતક્ષેત્રની રેખાને લંબ વિભાગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ ગતિ કરે છે. પહેલાના જેટલા જ ક્ષેત્રફળવાળા ચોરસ લૂપ પરના માર્ગ પર ગતિ કરે છે, તો આ બંને કિસ્સામાં થતાં કાર્યની સરખામણી કરો. તેને વર્ણવો
વિદ્યુતક્ષેત્ર સંરક્ષી હોવાથી બંધ માર્ગ પર ગતિ કરતાં હંમેશાં કાર્ય શૂન્ય થાય અને કરવું પડતું કાર્ય માત્ર વિદ્યુતભારિત પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે. તેથી, બંને કિસ્સામાં કરવું પડતું કાર્ય શૂન્ય થાય છે.
એક વીજ પરિપથમાં $20\, C$ વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે $15\, V$ વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........$J$ છે.
ઋણ વિદ્યુતભાર કરેલી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર ઘનતા $2 \times 10^{-6}\ C/m^2$ છે તો હવે $200\ eV$ ઊર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્લેટ તરફ ગતી કરે છે પરંતુ પ્લેટને અથડાતો નથી તો તેનું પ્લેટથી પ્રારંભીક અંતર........$mm$ શોધો.
છ વિદ્યુતભાર $+ q ,- q ,+ q ,- q ,+ q$ અને $- q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $d$ બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં $q _0$ વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? $\left(\varepsilon_0-\right.$ મુક્ત અવકાશની પરમિટિવિટી)
$2g$ દળ ધરાવતી બુલેટ પરનો વિદ્યુતભાર $2 \,\mu C$ છે.સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી આ બુલેટનો વેગ $10 \,m/s$ જોઇતો હોય,તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાના તફાવતથી પ્રવેગિત કરવો જોઇએ?
$m$ દળવાળા અને $e$ વિદ્યુતભાર ધરાવતા ઇલેકટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $V$ જેટલા વોલ્ટેજે શૂન્યાવકાશમાં પ્રવેગિત કરવામાં આવે છે, તો ઇલેકટ્રોનનો અંતિમ વેગ કેટલો હશે?