ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
$3$$\overrightarrow {\;F} $
$-$$\;\overrightarrow {\;F} $
$-3$$\overrightarrow {\;F} $
$\overrightarrow {\;F} $
$10.0\, cm$ ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં $1.5\; T$ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. $7.0\; A$ વિદ્યુતપ્રવાહ ધારીત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. જો
$(a)$ તાર આ અક્ષને છેદે,
$(b)$ તારને ઉત્તર-દક્ષિણની જગ્યાએ ઉત્તરપૂર્વ-દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે (લઈ જવામાં આવે),
$(c)$ ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી $6.0 \,cm$ જેટલો નીચે લેવામાં આવે, તો આ પરિસ્થિતિઓમાં તાર પર લાગતા (ચુંબકીય) બળનું મૂલ્ય અને દિશા શું હશે?
$50\,cm$ લંબાઈના એક તાર $X$ને અને $2\; A$ પ્રવાહ ધરાવતા $5\,m$ લાંબા તાર $Y$ ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં $3\; A$ પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર $5\,cm$ અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. $Y$ તાર ઉપર લાગતું બળ $..........$ હશે.
ધન $x$-અક્ષ પર, $I$ પ્રવાહનું વહન કરતા તારની લંબાર $L$ છે.તેને $\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય $..........IL$ છે.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઉપર અને નીચે તાર અને જમણી અને ડાબી બાજુએ સમાન સ્પ્રિંગ છે. નીચેના તારનું દળ $10\, g$ અને લંબાઈ $5\, cm$ છે. તારના વજનને કારણે સ્પ્રિંગ $0.5\, cm$ જેટલી ખેંચાઇ છે. અને પરિપથનો કુલ અવરોધ $12\, \Omega $ છે. જ્યારે નીચેના તાર પર અચળ ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે ત્યારે સ્પ્રિંગ $0.3\, cm$જેટલી વધારે ખેંચાઇ છે. તો લગાવેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
$4.0 \mu \mathrm{C}$ નો વિદ્યુતભાર $4.0 \times 10^6 \mathrm{~ms}^{-1}$ ના વેગથી ધન $y$-અક્ષની દિશામાં $(2 \hat{k}) \mathrm{T}$ જેટલી પ્રબળતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ની અસર હેઠળ ગતિ કરે છે. વિદ્યુતભાર ઉપર લાગતું બળ $x \hat{i} N$ છે.. $x$ નું મૂલ્ય___________છે.