એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક પાસો ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે, આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
બે પાસાને ઉછાળવામાં આવે છે . જો બંને પાસા પરના અંકો $1,2,3,5,7$ અને $11$ હોય તો બંને પાસા ઉપર આવતા અંકોનો સરવાળો $8$ કે તેના કરતાં ઓછો થાય તેની સંભાવના મેળવો.
એક સિક્કાને ત્રણવાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનો વિચાર કરો :
$A :$ ‘કોઈ છાપ મળતી નથી,
$B :$ ‘એક જ છાપ મળે છે અને
$C:$ “ઓછામાં ઓછી બે છાપ મળે છે”.
શું આ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો ગણ છે ?
બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.
એક પાસાને ફેકવાના પ્ર્યોગનો વિચાર કરીએ. એક અવિભાજય પૂર્ણાક મળે તેને ઘટના $A$ અને એક અયુગ્મ પૂર્ણાક પ્રાપ્ત થાય તેને ધટના $B$ તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ધટનાઓ $A$ અથવા $B$ નો ગણ દર્શાવો.