પૃથ્વીની આસપાસ $10 \,kg$ નો એક ઉપગ્રહ (સેટેલાઈટ) $8000\, km$ ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર બે કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક, હાઈડ્રોજન પરમાણુમાંના ઈલેક્ટ્રૉનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વૉન્ટમ અંક શોધો.
સમીકરણ પરથી આપણને
$m v_{n} r_{n}=n h / 2 \pi$
મળે. અત્રે $m = 10\, kg$ અને $r_n = 8 \times 10\, m$. આપણને ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ $T $ તરીકે $2 h$ મળે છે. એટલે કે $T =7200\, s$
આમ, વેગ , $v_{n}=2 \pi r_{n} / T$. ઉપગ્રહની કક્ષાનો ક્વૉન્ટમ અંક $n=\left(2 \pi r_{n}\right)^{2} \times m /(T \times h)$
યોગ્ય મૂલ્યો અવેજ કરતાં,
$n = (2\pi \times 8 \times 10^6\,m^2) \times 10/ (7200\, s \times 6.64 \times 10^{-34}\,Js)$
$ = 5.3 \times 10 ^{45}$ એ નોંધો કે ઉપગ્રહ માટેનો ક્વૉન્ટમ અંક અત્યંત મોટો છે ! હકીકતમાં આવા મોટા ક્વૉન્ટમ અંકો માટે ક્વૉન્ટમીકરણની શરતોનાં પરિણામો પ્રચલિત ભૌતિકવિજ્ઞાનથી મળતાં પરિણામો જેવાં હોય છે.
પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.
પરમાણુનું કદ ...... ના ક્રમમાં હોય છે.
જેનો પરમાણ્વિય આંક $43$ હોય તેવા $K_\alpha$ રેખાના ઘટકની તરંગ લંબાઈ $\lambda$ હોય તો $29$ પરમાણ્વિય ઘટક વાળા ઘટકની $K_\alpha$ રેખાની તરંગ લંબાઈ .....છે.
રધરફડૅ પરમાણુનું ન્યુક્લિયર મોડલ કયા પ્રયોગના આધારે આપ્યું ?
હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $V = {V_0}\ln \frac{r}{{{r_0}}}$ વડે આપવામાં આવે છે. જયાં ${r_0}$ = અચળ. આ તંત્ર બોહ્ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા ${r_n}$ નો “$n$” સાથેનો સંબંધ જણાવો. અત્રે, $n$ = મુખ્ય કવોન્ટમ આંક છે.