ત્રણ વિર્ધાર્થીંઓ $A, B,$ અને $C$ ને ગણિતનો એક કોયડો આપવામાં આવે છે અને તેમની કોયડો ઉકેલવની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી?
$3/4$
$1/2$
$2/3$
$1/3$
બે પાસા સાથે નાખવામાં આવે છે, તો મળતી સંખ્યાના અંકોનો સરવાળો $4$ નો ગુણક હોવાની સંભાવના કેટલી થાય ?
એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના $E$ “પાસા પર સંખ્યા $4$ દર્શાવે છે' અને ઘટના $F$ ‘પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે? શું $E$ અને $F$ પરસ્પર નિવારક છે ?
નીચે પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો :
એક વ્યક્તિ, એક વર્ષમાં, વ્યસ્ત ધોરી માર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યાની નોંધ રાખે છે.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.
$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.
$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.
$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.
નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $A$ અથવા $B$
ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના $A$ , બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના $B$, ત્રણે કાંટા દેખાય તેને ઘટના $C$ અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના $D$ દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ ઘટનાઓ સંયુક્ત છે ?