એક $M$ દળનો બિંદુવત કણ કે જે $L$ લંબાઈના દળ રહિત અવાહક સળિયાના એક છેડે જોડાયેલો છે. બીજા તેટલા જ દળનો બિંદુવત કણ સળિયાના બીજા છેડે જોડાયેલો છે. બે કણો $+q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવે છે. આ ગોઠવણ સમાન વિદ્યુતક્ષેત્રના $E$ ના પ્રદેશમાં થયેલ છે. જ્યારે સળિયો ક્ષેત્રની દિશા સાથે સૂક્ષ્મ ખૂણો $(< 5^o)$ બનાવે છે ત્યારે સળિયાને ક્ષેત્રને સમાંતર થવા માટે જરૂરી ન્યૂનત્તમ સમય કેટલો હશે ?

  • A

    $2\pi \,\sqrt {\frac{{ML}}{{2qE}}} $

  • B

    $\pi \sqrt {\frac{{ML}}{{2qE}}} $

  • C

    $\frac{\pi }{2}\sqrt {\frac{{ML}}{{2qE}}} $

  • D

    $4\pi \sqrt {\frac{{ML}}{{2qE}}} $

Similar Questions

જ્યારે બે વિરૂદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times  10^{-8}\ C$ ને ડાઈપોલથી $2 \times  10^{-2}\ cm$ દૂર મૂકવામાં આવેલ છે. જો ડાઈપોલને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં $4 \times  10^8\ N/C$ મૂકવામાં આવે તો મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તેને $180$ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...... હશે.

જો પ્રદેશમાં $V = 4x^2$ વોલ્ટ હોય તો $(1, 0, 2)\ m$.આગળ વિદ્યુતક્ષેત્ર ........ છે.

$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના શ્રેણી જોડાણને $300\, volts$ નો વિદ્યુત સ્થીતીમાન આપવામાં આવે છે તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....

$10\ e.s.u$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા ........ $ergs$ થાય.

$r$ અને $R$ $( R > r ) $ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિય ગોળીય કવચ પર $Q$ વિજભાર વિતરિત થયેલ છે. જો બંને ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો બંનેના સમાન કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?