$m$ જેટલુ દળ ધરાવતા અને $u$ જેટલા વેગથી ગતિ કરતા એક કણનો એટલુ જ દળ ધરાવતા સ્થિર સ્થિતિમાં રહેલા બીજા એક કણ સાથેનું સ્થિતિસ્થાપક સંઘાત ધ્યાનમાં લો. સંઘાત બાદ પક્ષિપ્ત પદાર્થ અને બીજો પદાર્થ શરૂઆતની ગતિની દિશા સાથે અનુક્રમે $\theta_1$ અને $\theta_2$ ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે. તો ખુણાનો સરવાળો $\theta_1$ + $\theta_2$ કેટલા .....$^o$ થાય?

  • A

    $45$

  • B

    $90$

  • C

    $135$

  • D

    $180$

Similar Questions

આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો :

$(a)$ બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં, દરેક પદાર્થના વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય છે.

$(b)$ પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારનાં આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. 

$(c)$ પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારનાં બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. 

$(d)$ અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિઊર્જા હંમેશાં તેની પ્રારંભિક ગતિઊર્જા કરતાં ઓછી હોય છે.

એક છોકરોે $5$ મિનિટમાં $29g$ આઈસ્ક્રીમ ચાવવા માટે સક્ષમ છે. છોકરાનો પાવર હોર્સ પાવરમાં ગણો.

પદાર્થ પર $F = (5\hat i + 3\hat j)$ બળ લાગતાં તેનું સ્થાનાંતર $r = (2\hat i - 1\hat j)$ થાય,તો કાર્ય ....$J$

$m$ દળની કાર $r$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે.અડધા પરિભ્રમણ પછી કેન્દ્રગામી બળ વડે કેટલું કાર્ય થશે?

વેગમાનમાં $0.01\%,$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા.....$\%$ નો વધારો થાય?