જાતીય સંક્રમિત રોગો પ્રાજનનિક સ્વાસ્થ્યને પડકારરૂપ છે. કોઈ બે જાતીય સંક્રમિત ક્ષેત્રો વર્ણવો અને પ્રતિકારક પગલાઓ સૂચવો ?
જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ $(STI)$ અથવા સમાગમને લગતા રોગો (venereal diseases-$VD$) અથવા પ્રજનનમાર્ગના ચેપ (reproductive tract infection-$RTI)$ કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પિસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિઆસિસ, હિપેટાઇટીસ-બી અને અલબત્ત, તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત $HIV$ ચેપ જે $AIDS$માં પરિણામે છે. આ બધા કેટલાક સામાન્ય $STIs$ છે. આમાંનો $HIV$નો ચેપ સૌથી ખતરનાક છે.
કેટલાંક ચેપો જેવા કે હિપેટાઇટીસ-બી અને $HIV$ સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇજેક્શનની સોય, વાઢકાપનાં સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે. રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે, હિપેટાઇટીસ-બી, જનનાંગીય હર્પિસ અને $HIV$ ચેપ સિવાયના અન્ય રોગોનું તે જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. આ રોગોના શરૂઆતનાં ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીસ્રાવ, સામાન્ય દુ:ખાવો, સોજો વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોનાં ચિહ્નો દેખાતાં નથીઅને તેથી તે લાંબા સમય સુધી અનિદાનીત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવવું અથવા ઓછાં લક્ષણો દેખાવવા અને $STIs$થી જોડાયેલ સામાજિક કલંકનો ડર, સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતાં સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો (pelvic inflammatory diseases-$PID$), ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિની ગર્ભધારણ, અફળદ્રુપતા અથવા પ્રજનનમાર્ગનું કેન્સર થઈ શકે છે.
$STIs$ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે.
આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ તથા નિદાન અને સારવાર કરાવવી જરૂરી છે.
$15$ થી $24$ વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં $STI$નું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
તેને અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે : $(i)$ ચેપ લાગ્યા પછી ઇલાજ કરવો તેના કરતા તેનો અટકાવ કરવો શ્રેષ્ઠ છે. $(ii)$ અજાણ્યા સાથી (partner) સાથે જાતીય સમાગમ ટાળવો. $(iii)$ સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો $(iv)$ ક્ષોભજનક $/$ શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.
નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે વહેલો નિદાન થાય અને સંપૂર્ણ સારવાર મળે તો તેનો સંપૂર્ણ રીતે ઈલાજ શક્ય છે?
જાતીય સંક્રમિત રોગો કૉલમ - $I$ ને તેમના રોગ વાહક કૉલમ - $II$ સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ ગોનોરીયા |
$(i)$ $HIV$ |
$(B)$ સિફિલિસ |
$(ii)$ નેસેરીઆ |
$(C)$ જનનાંગીય હર્પિસ |
$(iii)$ ટ્રેપોનેમા |
$(D)$ $AIDS$ |
$(iv)$ હ્યુમન પેપીલોમા વાઇરસ |
નીચેનામાથી ક્યું $STD$ અને તેનો રોગકારકની જોડ સાચી નથી ?
'' જાતીય સંક્રમિત રોગો એ જાતે આમંત્રિત કરેલ રોગો છે.'' ચર્ચા કરો ?
વૈજ્ઞાનિક કારણો આપો : “સાવધાની એ સલામતી માટે જરૂરી છે.'' આ વિધાન સમજાવો.