$HCl$ ની બનાવટ,ગુણધર્મો અને ઉપયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બનાવટ: પ્રયોગશાળામાં સોડિયમ ક્લોરાઈડને સાંદ્ર $H_{2}SO_{4}$ સાથે ગરમ કરીને $HCl$ બનાવી શકાય છે.
$NaCl + H_{2}SO_{4} \xrightarrow{420 \ K} NaHSO_{4} + HCl$
$NaHSO_{4} + NaCl \xrightarrow{823 \ K} Na_{2}SO_{4} + HCl$
$HCl$ વાયુને સાંદ્ર $H_{2}SO_{4}$ માંથી પસાર કરીને શુદ્ધ કરી શકાય છે.
ગુણધર્મો:
ભૌતિક ગુણધર્મો: તે રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે.
તે સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં (ઉત્કલનબિંદુ $189 \ K$) પ્રવાહીકરણ પામે છે અને સફેદ સ્ફટિકમય ઘનમાં (ઠારબિંદુ $159 \ K$) ઠારણ પામે છે.
તે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે અને નીચે દર્શાવ્યા મુજબ આયનીકરણ પામે છે:
$HCl(g) + H_{2}O(l) \rightarrow H_{3}O^{+}(aq) + Cl^{-}(aq), \ K_{a} = 10^{7}$
વિયોજન અચળાંક $(K_{a})$ નું ઊંચું મૂલ્ય સૂચવે છે કે તે પાણીમાં પ્રબળ ઍસિડ તરીકે વર્તે છે.
રાસાયણિક ગુણધર્મો: $HCl$ એ $NH_{3}$ સાથે પ્રક્રિયા કરે છે અને $NH_{4}Cl$ ના સફેદ ધૂમાડા આપે છે.
$NH_{3} + HCl \rightarrow NH_{4}Cl$
જ્યારે ત્રણ ભાગ સાંદ્ર $HCl$ અને એક ભાગ સાંદ્ર $HNO_{3}$ ને મિશ્ર કરવામાં આવે તો એક્વારીજીયા (અમ્લરાજ) બને છે,જે ઉમદા ધાતુઓ દા.ત.,સોનું,પ્લેટિનમને ઓગાળવામાં ઉપયોગી થાય છે.
$Au + 4H^{+} + NO_{3}^{-} + 4Cl^{-} \rightarrow AuCl_{4}^{-} + NO + 2H_{2}O$
$3Pt + 16H^{+} + 4NO_{3}^{-} + 18Cl^{-} \rightarrow 3PtCl_{6}^{2-} + 4NO + 8H_{2}O$
હાઈડ્રોક્લોરિક એસિડ નિર્બળ ઍસિડ સંયોજનોના ક્ષારોનું વિઘટન કરે છે. દા.ત.,કાર્બોનેટ,હાઈડ્રોજન કાર્બોનેટ,સલ્ફાઈટ સંયોજનો વગેરે.
$Na_{2}CO_{3} + 2HCl \rightarrow 2NaCl + H_{2}O + CO_{2}$
$NaHCO_{3} + HCl \rightarrow NaCl + H_{2}O + CO_{2}$
$Na_{2}SO_{3} + 2HCl \rightarrow 2NaCl + H_{2}O + SO_{2}$
ઉપયોગો:
$(i)$ ક્લોરિન,$NH_{4}Cl$ અને ગ્લુકોઝના (મકાઈ સ્ટાર્ચમાંથી) ઉત્પાદનમાં.
(ii) હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે અને અસ્થિ કોલસાના (bone black) શુધ્ધીકરણ માટે.
(iii) ઔષધોમાં અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે.

Explore More

Similar Questions

સિલ્વર નાઈટ્રેટને રંગીન બોટલોમાં સપ્લાય કરવામાં આવે છે કારણ કે તે

કયું સંયોજન સૌથી વધુ બાષ્પશીલ છે?

કાચ $HF$ સાથે પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરે છે?

નીચેનામાંથી કયો પદાર્થ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયો હેલોજન ઓક્સિએસિડ બનાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo