નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(a)$ જ્યારે પદાર્થને જમીન પરથી નિશ્ચિત ઊંચાઈ સુધી ઊંચો કરવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કરેલું કાર્ય ......
$(b)$ જ્યારે કરેલું કાર્ય શૂન્ય હોય ત્યારે પદાર્થની ઝડપ .......... હોય.
$(c)$ .......... સંઘાત માટે રેસ્ટિટ્યૂશન ગુણાંકનું મૂલ્ય $1$ હોય.
ઋણ
અચળ
સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત
એક પદાર્થ એક યંત્ર દ્વારા મળતા અચળ પાવર દ્વારા સુરેખ રેખા પર ગતિ કરે છે. $ 't' $ સમયમાં પદાર્થેં કાપેલ અંતર કોના સમપ્રમાણમાં હશે ?
જો એક સ્પ્રિંગને $x$ વજન વડે ખેંચવામાં આવે તો સ્પ્રિંગ વડે સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે? (સ્પ્રિંગમાં $T$ એ તણાવ અને $K$ બળ અચળાંક છે.)
જેનો પ્રતિવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેની સાથે એક કણ સુરેખ રેખા પર ગતિ કરે છે. તેના ગતિ ઊર્જાના ક્ષય (વ્યય) માટે કોઈપણ સ્થાનાતર એ કોના સમપ્રમાણમાં હોય છે.
એક દોરડાનો ઉપયોગ $M $ દળના એક ટુકડાને અંતરે આવેલા સ્થાન સુધી અધો દિશામાં અચળ પ્રવેગ $g/2 $ થી શિરોલંબ રીતે નીચે લઈ જવા માટે થાય છે. દોરડા પર રહેલા ટુકડા દ્વારા થતું કાર્ય કેટલું હશે ?
આકૃતિમાં વક્રસપાટી દર્શાવી છે. તેમાં $BCD$ ભાગ ઘર્ષણરહિત છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતાં ત્રણ બોલ છે. વક્ર પર $C$ બિંદુ આગળની ઊંચાઈ $A$ બિંદુથી ઓછી છે. $A$ બિંદુથી એક પછી એક બોલને સ્થિર સ્થિતિમાંથી વારા ફરતી છોડવામાં આવે છે. $AB$ સપાટી પર બોલ $(1)$ ને પૂરતું ઘર્ષણ લાગે છે જેનાં કારણે સરક્યા સિવાય ગબડે છે. બોલ $(2)$ ઓછું ઘર્ષણ અને બોલ $(3)$ને અવગણ્ય ઘર્ષણ લાગે છે, તો નીચેના જવાબો મેળવો.
$(a)$ કયા બોલ માટે કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થશે ?
$(b)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે ?
$(c)$ કયા બોલ બિંદુ $D$ સુધી પહોંચી શકશે નહીં ? કયા બોલ $A$ બિંદુએ પરત આવશે ?