(N/A) ઈથરની $HX$ સાથે ક્રિયાશીલતા:
$(i)$ બધાં જ ક્રિયાશીલ સમૂહોમાં ઈથર સૌથી ઓછું ક્રિયાશીલ છે.
$(ii)$ ઈથર સંયોજનો ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઈડ્રોજન હેલાઈડ $(HX)$ની સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ અને હેલાઈડ સંયોજનો ઉત્પન્ન કરે છે.
$R-O-R + HX \xrightarrow{\Delta} RX + ROH$
$(iii)$ હાઈડ્રોજન હેલાઈડ $(HX)$ સંયોજનોની ઈથર સંયોજનોની સાથે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ $HI > HBr > HCl$ હોય છે.
$(iv)$ ઈથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર $HI$ અથવા સાંદ્ર $HBr$ સાથે પ્રક્રિયા કરી $C-O$ બંધ તોડીને આલ્કોહોલ અને આલ્કાઈલ હેલાઈડ બનાવે છે.
$(b)$ ઈથરમાં $C-O$ બંધ તૂટવાની અને નીપજો બનવાની સરળતા:
$(i)$ સમાન આલ્કાઈલ ધરાવતા ડાયઆલ્કાઈલ ઈથરની $HX$ સાથે પ્રક્રિયા કરવામાં $C-O$ બંધ તૂટતા સમાન નીપજો બને છે.
$(ii)$ આલ્કાઈલ એરાઈલ ઈથર $(R-O-Ar)$ સંયોજનોમાં આલ્કાઈલ-ઓક્સિજન $(R-O)$ બંધ તૂટે છે અને $RX$ તથા $ArOH$ બને છે.
$R-O$ બંધની સાપેક્ષ $Ar-O$ બંધ વધુ સ્થાયી અને મજબૂત તથા $\pi$ બંધ ગુણવાળો હોય છે. નિર્બળ $R-O$ બંધ તૂટે છે અને ત્યાં $X^-$ (કેન્દ્રાનુરાગી) જોડાઈને $RX$ નીપજ બને છે. વળી,$Ar-O$ બંધ તૂટતો નથી અને ત્યાં $H^+$ ઉમેરાઈ $Ar-O-H$ (ફિનોલ) બને છે.