(N/A) $\alpha, \beta$-હાઈડ્રોજન: જે કાર્બન પરમાણુ સાથે હેલોજન જોડાયેલ હોય તેને $\alpha$-કાર્બન પરમાણુ કહે છે અને આ $\alpha$-કાર્બનની પડોશના કાર્બન પરમાણુઓને $\beta$-કાર્બન કહે છે. $\alpha$-કાર્બન સાથે જોડાયેલ હેલોજનને $\alpha$-હેલોજન અને $\beta$-કાર્બન સાથે જોડાયેલ $H$ પરમાણુઓને $\beta$-હાઈડ્રોજન પરમાણુઓ કહે છે.
$(b)$ ડિહાઈડ્રોહેલોજનીકરણ અથવા $\beta$-વિલોપન પ્રક્રિયા: જ્યારે $\beta$-હાઈડ્રોજન ધરાવતા હેલોઆલ્કેનને પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ $(KOH)$ ના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે $\beta$-કાર્બન પરથી એક હાઈડ્રોજન પરમાણુ અને $\alpha$-કાર્બન પરથી હેલોજન પરમાણુ $(X)$ નું વિલોપન થઈને નીપજ તરીકે આલ્કીન અને હાઈડ્રોજન હેલાઈડ $(HX)$ બને છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે $\beta$-વિલોપન અથવા ડિહાઈડ્રોહેલોજનીકરણ પ્રક્રિયા કહે છે.
$(c)$ જેત્સેફ $(Saytzeff)$ નો નિયમ અને $\beta$-વિલોપન: $1875$ માં રશિયન વૈજ્ઞાનિક એલેકઝેન્ડર જેત્સેફે એક કરતાં વધુ પ્રકારના $\beta$-હાઈડ્રોજન ધરાવતા હેલોઆલ્કેનમાંથી મુખ્ય આલ્કીન નીપજ કઈ બનશે તે નક્કી કરવા માટે એક નિયમ આપ્યો હતો.