(N/A) અસમમિત (કિરાલ) અને સમમિત (અકિરાલ) અણુઓ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:
| લક્ષણ | અસમમિત (કિરાલ) | સમમિત (અકિરાલ) |
| :--- | :--- | :--- |
| $(i)$ વ્યાખ્યા | જે સંયોજનમાં કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ચારેય સમૂહો જુદા-જુદા હોય. | જે સંયોજનમાં કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ચારેય સમૂહો જુદા-જુદા ન હોય. |
| $(ii)$ ગુણધર્મ | તેઓ કિરાલિટી ધરાવે છે. | તેઓ અકિરાલિટી ધરાવે છે. |
| $(iii)$ અધ્યારોપણ | તેઓ તેમના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકતા નથી. | તેઓ તેમના પ્રતિબિંબ પર અધ્યારોપિત થઈ શકે છે. |
| $(iv)$ ઉદાહરણો | ડાબો અને જમણો હાથ,પગ,$CHClBrI$. | ગ્લાસ,વર્તુળ,$CHClBr_2$. |
| $(v)$ પ્રકાશીય સક્રિયતા | તેઓ પ્રકાશીય સક્રિય હોય છે. દા.ત.,$Butan-2-ol$. | તેઓ પ્રકાશીય નિષ્ક્રિય હોય છે. દા.ત.,$Propan-2-ol$.