(N/A) વાહકોમાં વિદ્યુતનું વહન ઈલેક્ટ્રોન અથવા આયનોની હિલચાલ $(movement)$ને કારણે થાય છે. વાહકોને ધાત્વીય વાહકો અને વિદ્યુત વિભાજ્ય વાહકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
- ધાતુઓ ઘન અને પિગલિત બંને અવસ્થાઓમાં વિદ્યુતનું વહન કરે છે. ધાતુઓની વાહકતા પ્રતિ પરમાણુ ઉપલબ્ધ સંયોજકતા ઈલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે.
- ધાતુના પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો આણ્વીય કક્ષકો બનાવે છે,જેની ઊર્જા એકબીજાની એટલી નજીક હોય છે કે તે પટ (bands) બનાવે છે.
- જો આ પટ અંશતઃ ભરાયેલા હોય અથવા ઊંચી ઊર્જા ધરાવતા ખાલી વાહકતા પટ સાથે વ્યાપ્ત (overlap) થતા હોય,તો ઈલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર હેઠળ સરળતાથી વહી શકે છે અને ધાતુ વાહકતા દર્શાવે છે.
- જો ભરાયેલા સંયોજકતા પટ અને તેના પછીના ઉપરના ખાલી પટ (વાહકતા પટ) વચ્ચેની જગ્યા (ગેપ) વધારે હોય,તો ઈલેક્ટ્રોન તેમાં કૂદી શકતા નથી. આવા પદાર્થોની વાહકતા ખૂબ ઓછી હોય છે અને તે અવાહક તરીકે વર્તે છે.