(A) ઓગણીસમી સદીના પ્રારંભમાં સૌપ્રથમ ફિનોલને કોલટારમાંથી અલગ કરવામાં આવ્યો હતો. હાલમાં ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન સંશ્લેષણ દ્વારા થાય છે.
પ્રયોગશાળામાં નીચે આપેલ પદ્ધતિઓ વડે ફિનોલને બેન્ઝિન વ્યુત્પન્નોમાંથી બનાવાય છે:
$(i)$ હેલોએરિન સંયોજનોમાંથી: ક્લોરોબેન્ઝિનને $623 \ K$ તાપમાને અને $300 \ atm$ દબાણે $NaOH$ સાથે ગરમ કરતા સોડિયમ ફિનોક્સાઇડ મળે છે,જેનું એસિડીકરણ કરતા ફિનોલ મળે છે.
$(ii)$ બેન્ઝિનસલ્ફોનિક ઍસિડમાંથી: બેન્ઝિનનું ઓલિયમ $(H_2S_2O_7)$ સાથે સલ્ફોનેશન કરીને બેન્ઝિનસલ્ફોનિક ઍસિડ મેળવાય છે,જેનું પીગળેલા $NaOH$ સાથે સંલગ્ન કરતા સોડિયમ ફિનોક્સાઇડ મળે છે અને ત્યારબાદ એસિડીકરણથી ફિનોલ મળે છે.
$(iii)$ ડાયએઝોનિયમ ક્ષારમાંથી: એરોમેટિક પ્રાથમિક એમાઇનની $273-278 \ K$ તાપમાને નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષાર બનાવાય છે. આ ક્ષારને પાણી સાથે ગરમ કરીને અથવા મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને ફિનોલ મેળવાય છે.
$(iv)$ ક્યુમીનમાંથી: ક્યુમીન (આઈસોપ્રોપાઈલબેન્ઝિન) નું હવાની હાજરીમાં ઓક્સિડેશન કરીને ક્યુમીન હાઈડ્રોપેરોક્સાઈડ મેળવાય છે,જેનું મંદ એસિડ સાથે પ્રક્રિયા કરતા ફિનોલ અને એસિટોન મળે છે.